વિશ્વ સમુદાયને આપ્યો ભારતે સંદેશ: દક્ષિણ એશિયાનાં વિસ્તારોમાં હવાઈ સેવાઓનું અંતર ઘટી જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજી ટર્મની સરકારની શપથવિધિ બાદ સરકાર દ્વારા મોટા મન અને વિશાળ અભિગમનાં સંકેતો જેવી એક ઘટના ભારતીય વાયુદળ દ્વારા ૨૭ ફેબ્રુઆરીનાં થયેલા પાકિસ્તાન માટે ભારતીય હવાઈ સીમાનાં ઉપયોગ માટે લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. એ વાત અલગ છે કે ગુરુવાર એટલે ૩૦મી મેનાં રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા વડાપ્રધાનનાં નરેન્દ્ર મોદી સરકારનાં બીજા શપથવિધિ સમારોહમાં બીસ્ટેક દેશોનાં રાજદ્વારી નેતાઓ અને ૮ હજાર આમંત્રિતોમાં પાકનાં વડાપ્રધાન ઈમરાન ખાનને બાકાત રાખીને સરકાર પુલવામાં થયેલા શહિદોને શ્રદ્ધાંજલી આપી હતી.
ભારતીય વાયુ દળે ગઈકાલે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયનો અમલ કરી ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯નાં રોજ ભારતીય હવાઈ સીમાનાં ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો હતો તે હટાવી લીધો છે. ભારતે પાડોશીઓ સાથે સુમેરભર્યા વલણનો અણસાર આપ્યો છે ત્યારે આ પ્રતિબંધ હટાવી લેવાતા પાકિસ્તાન માટે દોસ્તી સહિત દક્ષિણ એશિયાનાં વિસ્તારોની હવાઈ સેવાઓનું અંતર ઘટી જશે આ પ્રતિબંધનાં કારણે પાકિસ્તાનથી પુરતી લાંબી હવાઈ સફરમાં હવે ૩ કલાકનો ઘટાડો થશે કારણકે ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભારત-પાકિસ્તાન વચ્ચે પુલવામા પાકિસ્તાનનાં પીઠ એવા જૈશ એ મોહમ્મદની સંડોવણી ખુલ્યા બાદ ભારતે બાલાકોટમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઈક સહિતનાં ઘટનાક્રમો અને પુલવામાનાં ૫૦ સૈનિકોની સરાદતનાં પગલે ભારત પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો ખતમ કરી દીધા હતા અને પાકિસ્તાન પર ભારતીય હવાઈ સીમાનાં ઉપયોગ પર મનાઈ ફરમાવવામાં આવી હતી.
ભારતીય વાયુદળે ૨૭મી ફેબ્રુઆરી, ૨૦૧૯નાં રોજ મુકેલા પ્રતિબંધ શુક્રવારની મોડી સાંજે હટાવી લીધો હતો જે અંગે ઈન્ડિયન એરફોર્સ દ્વારા મોડી રાત્રે જાહેરાત પણ કરવામાં આવી હતી. આ નિર્ણયથી નરેન્દ્ર મોદી સરકાર અન્ય પાડોશી દેશો સાથે સંબંધોની ઈચ્છા શકિતનો સંદેશ આપીને બીજીવાર સતા પર આવવાની ગણતરીની કલાકોમાં જ વિશ્ર્વસ્તર ઉપર એક મહત્વનો નિર્ણય લીધો હતો.