વિર્ધાર્થીઓ આખું વર્ષ તનતોડ મેહનત કરી ને ડિગ્રી મેળવે છે, તે ડિગ્રી મારફતે એની ઉજ્જવળ કારકિર્દી નક્કી થાય છે. ડિગ્રી મેળવવા માટે એક બાજુ તનતોડ મેહનત કરવી પડે જ્યાં બીજી બાજુ વગર મહેનતે નકલી ડિગ્રી મળી શકે છે. રાજકોટ શહેરમાં નકલી ડિગ્રી આપતા લોકોનો પર્દાફાશ થયો છે.

વિશ્વકર્મા સોસાયટી શેરી નં-5 ગંગોત્રી ડેરી, સાધુવાસવાણી રોડ રાજકોટ ખાતે રહેતો ભાવીક ખત્રી નામનો વ્યકતિ ઉત્તર પ્રદેશ યુનિવર્સીટી, મહાત્મા ગાંધી, કાશી વિધ્યાપીઠ વારાણસી તથા ઉત્તર પ્રદેશ બોર્ડના ધોરણ-10 તથા ધોરણ-12ની ડુપ્લીકેટ માર્કશીટ બનાવી આપે છે.

આ બાબતની ચોક્કસ બાતમી આધારે ઉપરોક્ત જગ્યાએ જઇ તપાસ કરતા ઉત્તર પ્રદેશ યુનિવર્સીટી , મહાત્મા ગાંધી કાશી વિધ્યાપીઠ વારાણસીના તથા ઉત્તર પ્રદેશ બોર્ડના ધોરણ-10 તથા ધોરણ-12ના ડુપ્લીકેટ શંકાસ્પદ માર્કશીટો મળી આવેલ. ત્યારબાદ કોરોના-19 વૈશ્વીક મહામારીથી ઉત્તર પ્રદેશ રાજ્યમાં સંપુર્ણ લોકડાઉન ચાલતુ હોય, જેથી મળી આવેલ સર્ટીફીકેટ અંગે માધ્યમીક શીક્ષા પરીષદ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ તથા મહાત્મા કાશી વિધ્યાપીઠ વારાણસીના સર્ટીફીકેટોની ખરાઇ કરવા જઇ શકાય તેમ નથી. જેથી ઉપરોક્ત બોર્ડ તથા યુનિવર્સીટીના અધીકારીઓને સરકારી ઇ-મેઇલ અને સ્પીડપોસ્ટ દ્વારા સર્ટીફીકેટો ખરાઇ કરાવવા માટે મોકલવામાં આવેલ.

જે બાબતે 15/5/2021ના રોજ માહાત્મા કાશી વિધ્યાપીઠ વારાણસી ખાતેથી શંકાસ્પદ માર્કશીટો ડુપ્લીકેટ હોવાની ખરાઇ થતા આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મસમોટુ ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપી પાડવામાં આવેલ છે.

રાજકોટ શહેરના પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુક્ત પોલીસ કમીશ્નર ખુરશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-1 પ્રવીણકમાર મીણા સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-2 મનોહરસિંહ જાડેજા સાહેબ તથા ACP ક્રાઇમ ડી.વી.બસીયા સા.નાઓએ રાજકોટ શહેર વિસ્તારમાં ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ સબંધી બદી નાબુદ કરવા અંગે સુચના આપેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.