અબતક, નવી દિલ્હી

દેશમાં કરોરોના મહામારી બાદ અનેક દવાઓનું ચલણ વધી રહ્યું છે. નાની મોટી બીમારીઓમાં દવાઓની જરુરીયાત વધી છે.  ત્યારે દર્દીઓને ર્આકિ રાહત આપવા માટે સરકાર કેટલીક વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી આવશ્યક દવાઓના ભાવમાં ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે.

આ બાબતે સૂત્રો પાસેી મળતી માહિતી પ્રમાણે સરકારે આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચિમાં સુધારો કર્યો છે અને સૂચિત ભાવ શ્રેણીની યાદી હેઠળ ૩૯ નવા નામ ઉમેરવામાં આવ્યા છે. જે દવાઓના નામ સૂચિમાં ઉમેરવામાં આવ્યા છે તેમાં કેટલીક એન્ટિવાયરલ સિવાય કેન્સર, ડાયાબિટીસ, ટીબી અને એચઆઇવી સામે  રક્ષણ આપતી દવાઓ પણ શામેલ છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે સરકારે હાલની યાદીમાંી ૧૬ દવાઓ હટાવી દીધી છે. હવે આ યાદીમાં ૩૯૯ આવશ્યક દવાઓ સામેલ છે, જેની કિંમતો સરકારે ઘટાડી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ હેઠળ નિષ્ણાત સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલી સુધારેલી યાદી ગુરુવારના રોજ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને સુપરત કરવામાં આવી હતી. એકવાર આરોગ્ય મંત્રાલય દ્વારા સૂચિ બહાર પાડવામાં આવે ત્યાર બાદ દવાઓ અને આરોગ્ય ઉત્પાદનો પર સયી સમિતિ દ્વારા તેનું મૂલ્યાંકન કરવામાં આવશે.

આ મુલ્યાંકનમા તે જોવામાં આવે છે કે કઈ દવાઓની કિંમત વધુ ઘટાડવાની જરૂર છે.જો કે અંતિમ ભાવ નિતી આયોગના સદસ્ય  ડો વીકે પોલની અધ્યક્ષતામાં SCAMHPની ભલામણોના આઘારે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓોરિટી દ્વારા નક્કી કરાશે. ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી બાદ હવે દવાઓનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં વધ્યો છે. ત્યારે દર્દીઓ ઉપર ર્આકિ ભારણ ઘટે નહિ તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. સરકારે જે દવાઓનો ઉપયોહ વધુ પ્રમાણમાં ઈ રહ્યો છે તે દવાઓને આવશ્યક ચીજ વસ્તુની યાદીમાં સામેલ કરી તેના ભાવ ઘટાડવા માટે કમર કસી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.