પ્રોપેનને લઈને ગુજરાત ગેસનો ખોટનો વેપલો

મોરબીના સિરામિક ઉદ્યોગને મંદીની સ્થિતિમાં મોટી રાહત : એમજીઓ કરનાર ઉદ્યોગો માટે ભાવ અગાઉ રૂ. 45.91 પ્લસ 6 ટકા વેટ હતા, જે હવે રૂ. 40.62 પ્લસ 6 ટકા વેટ કરી નખાયા

ઉદ્યોગકારોની પ્રોપેન ગેસ તરફ વળવાની ચીમકીએ ગુજરાત ગેસે ખોટનો વેપલો શરૂ કરી દીધો છે. નેચરલ ગેસના ભાવમાં 5નો ઘટાડો થયો છે. બીજી તરફ આ ભાવમાં હજુ પણ ઘટાડો થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

વિશ્વવિખ્યાત મોરબીના સિરામિક ઉદ્યોગને મંદી ટાણે જ મોટી રાહત મળી છે. આજે ગુજરાત ગેસના ભાવમાં રૂ. 5નો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. જેને પગલે ઉદ્યોગકારોએ હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ ઉદ્યોગકારો હજુ પણ ગેસના ભાવમાં રાહત ઈચ્છી રહ્યા છે.

મોરબીના સિરામિક ઉદ્યોગને અત્યારે મંદી નડી રહી છે. જેને પગલે નેચરલ ગેસના ભાવોમાં ઘટાડો કરવા ઉદ્યોગકારો લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા. જેને ધ્યાને લઈને ગુજરાત ગેસ દ્વારા નેચરલ ગેસના ભાવોમાં ઘટાડો કરી ઉધોગને રાહત આપવામાં આવી છે. હાલ ગેસના ભાવમાં રૂ.5ની રાહત આપવામાં આવી છે.

નેચરલ ગેસના ભાવ જે એમજીઓ કરનાર ઉદ્યોગો માટે અગાઉ 45.91 પ્લસ 6 ટકા વેટ હતા. જે હવે 40.62 પ્લસ 6 ટકા વેટ કરી નાખવામાં આવ્યા છે. નોન એમજીઓ એકમો માટે અગાઉ 58.79 પ્લસ વેટ હતા. જે ઘટીને 53.79 પ્લસ વેટ થયા છે.

આ અંગે સિરમિક એસો.ના પ્રમુખ વિનોદભાઈ ભાડજાએ જણાવ્યું કે મંદીમાં મુકાયેલ સિરામિક ઉદ્યોગને ગેસ કંપની તરફથી રાહત મળી છે. પરંતુ હજુ પણ રાહતની જરૂર છે. ગેસ કંપની હજુ ભાવ ઘટાડો કરે તેવી માંગ છે.

ગયા અઠવાડિયે, મોરબી સિરામિક એસોસિએશનના શૈલેષ વાસનાનીએ જણાવ્યું હતું કે એપ્રિલના ભાવ ઘટાડા પછી પણ કેલરીફિક મૂલ્યના આધારે પ્રોપેન થોડું સસ્તું હતું.  તેમણે એમ પણ કહ્યું કે મે મહિનામાં પ્રોપેનના ભાવમાં વધુ ઘટાડો થવાની ધારણા છે અને જ્યાં સુધી ગુજરાત ગેસ ઉદાર કાપ સાથે પ્રતિસાદ ન આપે ત્યાં સુધી ગ્રાહકો પ્રોપેન તરફ સ્વિચ કરે તેવી શક્યતા છે.  હાલમાં, મોરબીમાં ગેસની 70 લાખ એસસીએમ માંગમાંથી, 25 લાખ એસસીએમ પ્રોપેન દ્વારા અને બાકીની ગુજરાત ગેસ દ્વારા પૂરી પાડવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.