નવા બીઆઇએસ લાયસન્સ થશે “સસ્તા” નાના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ અને મહિલા સાહસિકો માટે 50 ટકા છૂટની સરકારની જાહેરાત

હવે નવું બીઆઈએસ (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ) લાયસન્સ મેળવવું સસ્તું થઈ જશે. કોરોના મહામારીના આ સમયમાં કેન્દ્ર સરકારે નવા સ્ટાર્ટઅપ્સ, નાના ઉદ્યોગો અને મહિલા સાહસિકોને મોટી રાહત આપી છે. જેમાં હવે આ ઉધોગ સાહસિકોને બીઆઈએસ લાયસન્સ ખરીદવામાં 50% ડિસ્કાઉન્ટ મળશે.

નાના બિઝનેસ સ્ટાર્ટઅપ અને મહિલા ઉદ્યમીઓ માટે બીઆઈએસ લાઇસન્સ મેળવવા માટે સરકારે 50 ટકા છૂટની ઘોષણા કરી છે. ફૂડ એન્ડ ક્ધઝ્યુમર અફેર્સ મંત્રાલયના મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે બીઆઈએસની સેવાઓ હવે બધા લોકો માટે મફત ઉપલબ્ધ થઈ છે અને આ માટેની માહિતી તેઓ ઈ-બીઆઈએસના માનક પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકે છે. જણાવી દઈએ કેઝ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ), ચીજ-વસ્તુઓના ગુણવત્તાના ધોરણો નિર્ધારિત કરતી સંસ્થા, ચોક્કસ સ્થાન પર ઉત્પાદન કરનારી એન્ટિટીને ઓળખવા માટે માનક માર્ક સાથે લાઇસન્સ આપે છે.

ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પિયુષ ગોયલે ટ્વીટ કરી આ માહિતી આપી અને કહ્યું કે સરકારે સ્ટાર્ટઅપ્સ, માઇક્રો ઉદ્યોગ અને મહિલા ઉદ્યમીઓ માટેના ઉત્પાદનોના નવા બીઆઈએસ પ્રમાણપત્ર પર 50 ટકાની છૂટ આપી છે. તેમણે વધુમાં જણાવ્યું કે હાલના પરવાના ધારકોને 10 ટકા વધારાની મુક્તિ આપવામાં આવશે, જયારે નવા પરવાના ધારકોને 50% અપાશે. સરકારનો આ નિર્ણય  સ્થાનિક અભિયાન  વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપશે.

બીઆઈએસના ડાયરેક્ટર જનરલ પ્રમોદકુમાર તિવારીના જણાવ્યા અનુસાર નવા કંપનીઓ માટે મુક્તિ આપીને વધુ કંપનીઓ પરવાના અને પ્રમાણપત્રની વ્યવસ્થાના દાયરામાં આવે તેવી અપેક્ષા છે. તેમણે કહ્યું કે નવા લાઇસન્સ માટેના લઘુત્તમ વાર્ષિક ચિહ્નિત ભાવ એક બીજા ઉત્પાદનોમાં બદલાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.