- ગુજરાત ઇલેક્ટ્રીકમાં નોકરી કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર
- દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયકની ભરતી જાહેર
એજ્યુકેશન ન્યૂઝ : ગુજરાત ઇલેક્ટ્રીકમાં નોકરી કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયકની ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે ડીજીવીસીએલ દ્વારા જાહેરાત આપવામાં આવી છે. સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે GUVNLની પેટા કંપની GETCO, DGVCL, MGVCL, UGVCL, PGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી કરવામાં આવશે. વિદ્યુત સહાયક ભરતી માટે સર ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી સંસ્થા દ્વારા અરજીઓ મંગાવી છે.
વિદ્યુત સહાયક ભરતી
દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા બહાર પાડેલી જાહેરાત પ્રમાણે વિદ્યુત સહાયકની પોસ્ટ માટે ઉમેદવારો બીઈ ઇલેક્ટ્રીકલ અને બી ટેક ઇલેક્ટ્રીકલમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.
પસંદગી પ્રક્રિયા
ડીજીવીસીએલ દ્વારા બહાર પાડેલી વિદ્યુત સહાયકની ભરતી સંસ્થા દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણ પ્રમાણે કરવામાં આવશે. ઉમેદવારોએ નિયત કરેલી છેલ્લી તારીખ પહેલા ઓનલાઇન અરજી કરવાની રહેશે.
વય મર્યાદા
વિદ્યુત સહાયકમાં અરજી કરનાર ઉમેદવારની ઉંમર 12 માર્ચ 2024 સુધીમાં 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ અને અનામત કોટાના વિદ્યાર્થીઓની ઉંમર 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
લાયકાત
વિદ્યુત સહાયક ભરતી માટે શૈક્ષણિક લાયકાત , વય મર્યાદા, પસંદગી પદ્ધતિ સહિતની અન્ય મહત્વની જાણકારીઓ માટે ઉમેદવારે આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું
તારીખો
ઓનલાઈન અરજી 12/03/2024 થી શરૂ થાય છે
ઓનલાઈન અરજીઓ 01/04/2024 ના રોજ સમાપ્ત થશે