વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે. ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબર, રવિવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે રમાશે. ભારતીય ચાહકો તેમજ વિશ્વભરના ક્રિકેટ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ બંને ટીમો આ વખતે વર્લ્ડ ચેમ્પિયન બનવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ બંનેની પ્રથમ મેચ રોમાંચક બને તેવી પૂરી આશા છે.
ભારતીય ટીમમાં એક માત્ર શુભામન ગીલ ફોર્મમાં : નહિ રમે તો ટીમ બેલેન્સ ડિસ્ટર્બ થશે !!!
ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા એક વર્ષથી શાનદાર ફોર્મમાં રહેલા શુભમન ગિલ ડેન્ગ્યુથી પીડિત છે. ગુરુવારે હાથ ધરાયેલી તપાસમાં તે બીમાર હોવાનું જાણવા મળ્યું હતું. આ કારણોસર શુભમન ગિલ શુક્રવારે પ્રેક્ટિસ કરવા આવ્યો ન હતો. મેડિકલ ટીમે તેમને આરામ કરવાની સલાહ આપી છે. આવી સ્થિતિમાં શુભમન ગિલ માટે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં રમવું મુશ્કેલ છે. હવે સવાલ એ થાય છે કે જો તે નહીં રમે તો કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગની જવાબદારી કોણ નિભાવશે અને ભારતની પ્લેઈંગ ઈલેવન કેવી હશે?
તુ વાસ્તવિકતા તો એ છે કે ભારતીય ટીમ માટે 100 મણનો સવાલ ઊભો થયો છે કે ગીલ આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામેનો વિશ્વ કપનો ભારતનો પ્રથમ મેચ રમશે કે કેમ. ? ભારતીય ટીમના ખેલાડીઓની વાત કરવામાં આવે તો અત્યારના એકમાત્ર ગીલ એવો ખેલાડી છે કે જે સંપૂર્ણ ફોર્મમાં છે અને ચાલુ સિઝનમાં જ તેને 1200 થી વધુ રન નોંધાવી દીધા છે. જો શુભમન ગીલ આવતીકાલનો મેચ નહીં રમે તો ભારતની ટીમનું બેલેન્સ ડિસ્ટર્બ થઈ જાય તો નવાઈ નહીં. આવતીકાલનો મેચ દિલ માટે અત્યંત મહત્વનો રહેશે સામે ભારતીય ટીમ માટે પણ એટલો જ મહત્વનો છે. કોચ રાહુલ દ્રવિડે પણ આશા વ્યક્ત કરી છે કે હાલ શુભ મન ગિલ ની શારીરિક સ્થિતિ સારી છે અને તાવમાં પણ રાહત છે.