• સદસ્યતા અભિયાન શરૂ કરાયાને એક મહિનો વિત્યો છતા હજી 1 કરોડ સભ્યો નોંધાયા નથી: હવે પખવાડિયામાં 1 કરોડથી વધુ સભ્યો થાય તો જ લક્ષ્યાંક સુધી પહોચી શકાય

વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનું  બહુમાન  ધરાવતી  ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંગઠન માળખાને વધુ મજબુત બનાવવા માટે ગત 1 સપ્ટેમ્બરથી દેશભરમાં સદસ્યતા  અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.  ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા રાજયમાં  2 કરોડથી વધુ સભ્યોબ નાવવાનો લક્ષ્યાંક  રાખવામાં આવ્યો છે. જે પુરો કરવો હાલ મહામુશ્ક્ેલ બની ગયો છે. કારણ કે  મહિનાથી  ચાલતો સભ્ય નોંધણી  ઝુંબેશમાં હજી એક કરોડ સભ્યો પણ નોંધાયા નથી. આગામી 15મી ઓકટોબરના  રોજ સદસ્યતા અભિયાન  પૂરૂ થઈ રહ્યું છે લક્ષ્યાંક સુધી પહોચવા રોજ  સાત લાખથી પણ વધુ સભ્યો નોંધવા પડશે. રાજય સરકારના મંત્રીઓ, સ્થાનીક સ્વરાજયની  સંસ્થાના  પદાધિકારીઓ, સંગઠનના  હોદેદારો, ધારાસભ્ય અને સાંસદને  નિશ્ર્ચિત  લક્ષ્યાંક  સાથે આ કામગીરીમાં  જોતરી દેવામાં આવ્યા હોવા છતાં  હજી ધાર્યા  પરિણામ મળતા નથી.

ભાજપ માટે  ગુજરાતએ  રાજકીય પ્રયોગ શાળા માનવામાં આવે છે. રાજયના સંગઠન માળખાને  દેશનું સૌથી શ્રેષ્ઠ  સંગઠન  માળખાનું  માનવામાં આવે છે. કોઈપણ રાજકીય પ્રયોગ ભાજપ દ્વારા ગુજરાતથી કરવાની હિંમત કરે છે. ગત 1 સપ્ટેમ્બરથી રાજયભરમાં સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા  ગુજરાતમાં બે કરોડ સભ્યો બનાવવાનો ટારગેટ રાખવામાં આવ્યો હતો. રાજયનાં 33 જિલ્લા આઠ મહાનગરોને ટારગેટ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત  પ્રદેશ સંગઠનના હોદેદારો, સાંસદ, ધારાસભ્યોને  સભ્યો માટે લક્ષ્યાંક  આપવામા આવ્યો છે.

આજે સભ્ય નોંધણી  અભિયાનને એક મહિનો  વિતી ગયો છે. છતા હજી સુધી બે  કરોડ સભ્ય બનાવવાના લક્ષ્યાંક સામે  એક કરોડ સભ્યોની પણ નોંધણી થઈ નથી. અમદાવાદ અને રાજકોટને બાદ કરતા એક પણ શહેરમાં સભ્ય નોંધણીની કામગીરી સંતોષકારક રહેવા પામી નથી. ગત સપ્તાહે ત્રણ દિવસની મેગાડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. રાજય સરકારની  કેબીનેટ બેઠક રદ કરી મંત્રીઓને પોતાના મત વિસ્તારમાં સભ્ય નોંધણી  માટે મોકલી દેવામાં આવ્યા હતા.  છતા  સભ્યો નોંધાયા નથી. મજબૂત સંગઠન માળખું, પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી સત્તા હોવા છતાં માત્ર સભ્ય નોંધણી માટે સત્ત્ાાધારી હોવા છતાં માત્ર સભ્ય નોંધણી માટે સત્તાધારી પક્ષ ભાજપે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.સંગઠન મહામંત્રી રત્નાકરજી ખૂદ  બબ્બે વાર રાજકોટ દોડી આવ્યા હતા અને  સદસ્યતા અભિયાન માટે  બેઠક યોજી હતી. છતા કામગીરી નરમ ચાલી રહી છે.  ભાજપને ભરતી મેળા હવે નડી રહ્યા છે.  કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને  અપાતા આડેધડ પ્રવેશના કારણે  હવે ભાજપના પાયાના કાર્યકરોની નારાજગી  સદસ્યતા અભિયાનમા વર્તાય રહી છે. 15મી ઓકટોબર સુધી સદસ્યતા અભિયાન ચાલશે. હવે   જો ભાજપે ગુજરાતમાં 2 કરોડ સભ્યો બનાવવા હશે તો રોજ સાત લાખ સભ્યો બનાવવા પડશે જે  લગભગ  અશકય થયું છે.

સદસ્યતા અભિયાનની મૂદતમાં વધારો કરવા સિવાય ભાજપ પાસે કોઈજ વિકલ્પ  બચ્યો નથી જો મૂદતમાં એક મહિનાનો  વધારો કરવામાં નહી આવે તો કોઈકાળે સભ્ય નોંધણીનો  લક્ષ્યાંક પૂરો થશે. નહી લોકસભાની  ચૂંટણી બાદ ભાજપના વળતા પાણી શરૂ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. લોકસભાની બનાસકાંઠા બેઠક ગુમાવી દીધા બાદ પક્ષ હવે સભ્ય બનાવવા માટે પણ  ઝઝુમી રહ્યું છે. ભાજપના સભ્ય બનવા લોકો તલપાપડ થતા હતા હવે  લોકો કમળથી મોઢુ ફેરવવા લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે. સદસ્યતા અભિયાનમાં મળેલી નિષ્ફળતા ભાજપ માટે ચિંતન  નહી પરંતુ  ચિંતા કરવાની જરૂરીયાત છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.