- શારીરિક કસોટી ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં લેવાશે
ગુજરાત ન્યૂઝ : LRD, PSIની ભરતી અંગે મોટા સમાચાર આવ્યા છે. હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજીને આ જાણકારી આપી છે. હસમુખ પટેલે જણાવ્યું કે, શારીરિક કસોટી ચોમાસ પછી લેવાશે. એટલું જ નહીં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરીથી અરજી કરી શકાશે. લાયકાત ઉમેદવારો આ માટે અરજી કરી શકશે. અરજી કરવા માટે ઉમેદવારોને વધુ એક તક મળશે.
શારીરિક કસોટી માટે ઉમેદવારોને ઘણો સમય મળશે. ઑક્ટોબર-નવેમ્બર મહિનામાં શારીરિક કસોટીનું આયોજન છે. PSI માટે સાડા ચાર લાખ જેટલી અરજી મળી છે. જ્યારે LRD માટે સાડા નવ લાખ જેટલી અરજી મળી છે. લોકરક્ષકમાં બે પાર્ટની અંદર પરીક્ષાનું પેપર લેવાશે . પાર્ટ A અને પાર્ટ B. બન્નેમાં પાસ થવું ફરજિયાત છે, અને બન્નેમાં 40 ટકા ગુણ મેળવવા ફરજિયાત છે. પાર્ટ A 80 માર્કનું હશે જેમાં 80 પ્રશ્નો પુછાશે.