- શિક્ષકોને લઈ મોટા સમચાર
- પ્રથમવાર HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેરબદલી ઓફલાઈન કેમ્પનું કરાયું આયોજન
ગાંધીનગરઃ એચ ટાટ મુખ્ય શિક્ષકોની જિલ્લા ફેરબદલીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પ્રથમવાર HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી ઓફલાઈન કેમ્પનું આયોજન કરવામાં આવશે. તારીખ 01-01-2025થી અરજી કરવાની શરૂઆત થશે. 07-01-2025 સુધી અરજી કરી શકાશે. HTAT મુખ્ય શિક્ષક દ્વારા કરવામાં આવેલી અરજીઓની ચકાસણી કરી માન્ય-અમાન્ય કારણ સહિત જિલ્લા કક્ષાએ 10-01-2025 સુધીમાં રજૂ કરવાની રહેશે.
શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે પોતાના એક્સ પર આ અંગે પોસ્ટ કરી જાણકારી આપી હતી. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલી માન્ય-અમાન્ય અરજીઓની ચકાસણી કરી લેખિત કારણ સહિત અરજદારને જાણ કરવા માટેનો સમય 16-01-2025 રાખવામાં આવ્યો છે.
પ્રફુલ પાનશેરિયા દ્વારા પણ આ અંગે એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી છે. તેમણે લખ્યું, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બદલી નિયમો પ્રસિધ્ધ થયા બાદ રાજયમાં પ્રથમ વાર HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી ઓફલાઇન કેમ્પનું આયોજન.