52 શક્તિપીઠ પૈકી ગુજરાતમાં ૪ ધામ આવેલા છે જેમાનું એક છે યાત્રાધામ પાવાગઢ. યાત્રાધામ પાવાગઢ અનેક શ્રદ્ધાળુઓની આસ્થાનુ કેન્દ્ર છે. ત્યારે શક્તિપીઠ પાવાગઢના ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. હવે નિજ મંદિર સુધી પહોંચવા માટે લીફ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ લીફ્ટ થકી હવે ભક્તો માત્ર ૪૦ સેકેંડમાં પહોંચી શકશે મહાકકાળી માતાજીના મંદિરે
સરકાર દ્વારા આ લીફ્ટ માટે મંજુરી આપવામાં આવી છે અને ત્યારબાદ યાત્રાધામ વિકાસ બોર્ડ’ દ્વારા આ લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 210 ફૂટ ઊંચી લિફ્ટ બનાવવામાં આવશે. જેની માટે ડુંગર પણ ખોદવામાં આવશે.
ડુંગર ખોદીને 210 ફૂટ ઊંચી લિફ્ટ બનાવાશે અને સાથે પાવાગઢમાં હેલિપેડ અને વૉક-વેની સુવિધા પણ આપવામાં આવશે.
લિફ્ટની સાથે-સાથે પાવાગઢમાં હેલિપેડ અને વૉક-વેની સુવિધા પણ ઉભી કરાશે. એ માટે 130 કરોડનો પ્રોજેક્ટ શરૂ પણ કરી દેવામાં આવ્યો છે. લિફ્ટ બનાવવાની અને હેલિપેડ, વૉક-વે બનાવવાની કામગીરીના 2 ફેઝ પૂર્ણ થઇ ચૂક્યાં છે અને અત્યારે ફેઝ 3ની કામગીરી ચાલી રહી છે.
પાવાગઢ ગબ્બરની બાજુના પર્વતને 210 ફૂટ સુધી ખોદીને લિફ્ટ બનાવાશે.આ લીફ્ટ દ્વારા જે ભક્તો ચડી શકતા ન હતા તેમણે પણ રાહત મળશે અને લિફ્ટ બનવાને કારણે માત્ર 40 સેકન્ડમાં જ ભક્તો માતાના મંદિર સુધી પહોંચી શકાશે. એક લિફ્ટમાં મહત્તમ 12 વ્યક્તિ સમાઈ શકે એ પ્રકારની લિફ્ટ મૂકવામાં આવશે.