ગીર ઉપવનમાં કુદરતી સૌંદર્ય વચ્ચે વિશાલ ગ્રીન વુડ રિસોર્ટ એન્ડ વોટર પાર્ક ખાતે રાજયના તમામ વોટર પાર્કના મેનેજમેન્ટ-માલિકોની મીટીંગ મળી: બળવંત ધામીની સર્વસંમતિથી પ્રમુખ તરીકે નિયુકિત

ગુજરાતના અને બહારથી આવતા લોકોને કુદરતી વાતાવરણ વચ્ચે મનોરંજન મોજ મસ્તી સાથે યુવાનો અને બાળકોમાં સાહસિકતા ખિલવતા રજાઓમાં હરવા-ફરવા આનંદ પમોદ માટેના આધુનિક પ્રવાસન સ્થળો તરીકે વિકસેલા સમગ્ર ગુજરાત રાજયમાં આવેલા વોટર પાર્કના મેનેજમેન્ટ અને માલિકોની એક મીટીંગ ગીર ઉપવનમાં કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલ વિશાલ ગ્રિનવુડ રિસોર્ટ એન્ડ વોટરપાર્ક ખાતે અતિથ્ય સત્કાર સાથે ઉષ્માભર્યા વાતાવરણમાં તાજેતરમાં મળી હતી.

શરૂઆતમાં દિપ પ્રાગટથી આઘ્યાત્મિક માહોલમાં વિશાલ ગ્રીનવુડ રિસોર્ટ એન્ડ વોટર પાર્કના માલિક બળવંતભાઈ ધામીએ સમગ્ર ગુજરાતમાંથી ઉપસ્થિત વોટરપાર્કના માલિકોને ઉમળકાભેર આવકારી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ વોટર પાર્ક મેનેજમેન્ટ કરવામાં માલિકોને હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં ઉપસ્થિત થઈ રહેલા કેટલાક મહત્વના પ્રશ્ર્નો અને સમસ્યાઓ અંગે ચર્ચા વિચારણા વિચાર વિમર્શ કરવામાં આવ્યા હતા. વિશ્ર્વ મહામારીના આ સમયગાળામાં ધંધાકીય રીતે સૌથી વધુ આર્થિક નુકસાન વોટર પાર્ક મેનેજમેન્ટને થયું છે.

31

લોકડાઉનના સમયથી લઈ હાલની ગાઈડલાઈન મુજબ વોટર પાર્ક ચલાવવા અને મેનેજમેન્ટ કરવું ખુબ જ મુશ્કેલ બની ગયું છે. મનોરંજન શ્રેણીમાં આવતો આ ઉધોગના તોતિંગ લાઈટ બિલો, કર્મચારીઓના પગાર, જીએસટીને કારણે વોટરપાર્ક માલિકો ખુબ નુકસાની ભોગવી રહ્યા છે. તેથી સંગઠિત ભાવનાના ઉદેશથી રાખવામાં આવેલ આ મિટીંગમાં સરકારના લાગતા વળગતા વિભાગોને ઉપસ્થિત સમસ્યાની રજુઆત કરી યોગ્ય કાર્યવાહી થવાના આશયથી સર્વે વોટરપાર્ક માલિકોની એકતા અને મજબુત સંગઠનથી સૌના એકસર સાથે ઓલ ગુજરાત વોટરપાર્ક એસોસીએશનની સ્થાપના કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. જેમાં વિશાલ ગ્રિનવુડ રિસોર્ટ એન્ડ વોટરપાર્કના માલિક બલવંતભાઈ ધામીને સર્વસંમતિથી પ્રમુખ નિયુકત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત કારોબારી સમિતિમાં મહામંત્રી કાલિન્દીબેન પટેલ (અજવાહ વોટરપાર્ક) વડોદરા, ઉપપ્રમુખ વિપુલભાઈ પટેલ (કિગ્સ વોટરપાર્ક) વિરપુર, રવિભાઈ પટેલ (તિરૂપતિ ઋષિવન) વિજાપુર, અક્ષય શેઠ (જોલી એન્જોય વોટરપાર્ક) ચોટીલા, સહ મંત્રી રામશીભાઈ કમલીયા (ડીવાઈન વોટરપાર્ક) વેરાવળ, મફતલાલ પટેલ (૭-એસ વોટરપાર્ક) મેમ્દાવાદ, નિલેશ માથુર (ક્રિષ્ના વોટર પાર્ક) ચોટીલા અને ખજાનચી જયેશભાઈ પટેલ (એકવાલેન્ડ વોટરપાર્ક) મોડાસાની નિમણુક કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.