જો તમે પણ એવા લોકોમાંથી એક છો જે ફેસબુક મેસેન્જરનો બહોળો ઉપયોગ કરે છે, તો તમારા માટે આ જાણવું ખૂબ જરૂરી છે. ફેસબુક મેસેંજર એપ્લિકેશનમાં છીંડા વિશે માહિતી મળી છે. કોઈ પણ હેકર તમારી જાસૂસી કરવા માટે તેનો ઉપયોગ શકે છે.
આ બગ ફેસબુક મેસેંજરના વિડિઓ અને ઓડિયો વિડીઓ કોલને અસર કરી શકે છે. જો કે આ બગથી ફક્ત એન્ડ્રોઈડ વપરાશકર્તાઓ જ પ્રભાવિત થઈ શકે છે.
ફેસબુક મેસેંજરના આ છીંડાની માહિતી ગુગલ પ્રોજેક્ટ ઝીરોના નતાલી સિલ્વાનોવિચ (સુરક્ષા સંશોધક) દ્વારા આપવામાં આવી છે. નતાલીના જણાવ્યા અનુસાર આ ખામી ફેસબુક મેસેંજર એપ્લિકેશનની WEBRTC છે. WEBRTC એ એક પ્રોટોકોલ છે જેના દ્વારા એપ્લિકેશનમાં વિડિઓ અને ઓડિયો કોલિંગ કરવામાં આવે છે.
સામાન્ય રીતે જ્યારે તમે કોઈની સાથે વાત કરવાનો પ્રયાસ કરો છો ત્યારે ત્યાં સુધી કોલ પ્રાપ્ત થતો નથી જ્યાં સુધી ટ્રાન્સમિશન શરૂ ના થાય. જોકે આ ખામીને કારણે ટ્રાન્સમિશન પહેલાથી જ શરૂ થઈ જાય છે. જોકે ફેસબુકે હવે આ ભૂલને સુધારી કરી દીધી છે. થઇ ગયું, પૂર્ણ થઇ ગયું. હવે તમે તમારી એપ્લિકેશનને અપડેટ કરીને તમારી ચેટ અને કોલિંગ સેવ કરી શકો છો.
નોંધપાત્ર છે કે, મેસેંજરમાંનો આ ભૂલ નવી સુવિધા ‘વિનિશ’ આવ્યા બાદ આવ્યો છે. તાજેતરમાં ફેસબુકે ફેસબુક મેસેંજર અને ઇન્સ્ટાગ્રામમાં ‘વિનિશ’ મોડને બહાર પાડ્યો છે જે એક રીતે વ્હોટ્સએપના ડિસએપિંગ જેવું જ છે. વિનિશ મોડ હાલમાં યુએસ અને કેટલાક અન્ય દેશોમાં ફેસબુક મેસેંજર અને ઇન્સ્ટાગ્રામ પર અમલમાં છે.