પત્રકાર-લેખક જ્વલંત છાયાના ત્રીજા પુસ્તક થોટ્સઅપને વાચકોનો સુંદર પ્રતિસાદ: ‘અબતક’ની મુલાકાત દરમિયાન આપી વિશેષ વિગતો
લેખોના સંગ્રહ ‘સંવાદ’ અને મુલાકાતોના મેળા સમાન પુસ્તક ‘મજાના માણસને મળવાની મજા’ પછી પત્રકાર, લેખત વકતા, જ્વલંત છાયાનું વધુ એક પુસ્તક સમય પહેલા જ આવ્યું છે અને એને વાચકોનો સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. ઈનોવેટીવ શીર્ષક અને આકર્ષક કવરપેજ જોઈને વાચક પુસ્તક હામાં લે છે અને પછી અનુક્રમણિકાી સીધો જ પુસ્તકમાં સરી પડે છે. આ પુસ્તકમાં વિવિધ વિષયો પરના વિચારપ્રધાન લેખો આપ્યા છે. વિચાર માનવ મનમાં સતત ચાલતી પ્રક્રિયા છે. એના કેટલા અને કેવા પ્રકાર હોય એ તો આપણે જાણીએ છીએ. અહીં જે વિચારની વાત છે એના માટે પોલીશ્ડ યેલો શબ્દ છે ચિંતન. એવું ચિંતન સરળ રીતે મુકયું છે.
પુસ્તક વિશે જ્વલંત કહે છે, અહીં મોટા વિચારોના નાના-નાના પીસ છે. ગંગા તો યુગોી સતત વહે છે. પણ આપણે એમાં હંમેશા રહી શકતા ની. આ લેખો પણ ધારાપ્રવાહ વહેતા વિચારોમાંથી ભરેલી લોટી છે. એટલે મૂળ સ્વ‚પ ની બદલાતું, આકાર બદલાય છે. રેને દેકાર્તે એ કહ્યું હતું, ‘આઈ એમ બીકોઝ આઈ થિંક’ વિચાર જીવનના મૂળ તત્વોમાનું એક તત્વ છે અને આ વિચારે જગતમાં અકલ્પનીય પરિવર્તનો આણ્યા છે. ખલીલ જિબ્રાન હોય કે ઓસ્કાર વાઈલ્ડ હોય, સોક્રેટીસ કે ટાગોર-બધાની વિચાર સૃષ્ટિએ જીવન માટેની આપણી દ્રષ્ટિ બદલવામાં નકકર ભૂમિકા અદા કરી છે. આવા મહાન, મનીષી સ્તરના ચિંતકોના વિચારની સહાય અહીં સ્વભાવિકપણે પરંતુ સહજ રીતે લીધી છે.
નગીનદાસ સંઘવી, કૌશિક મહેતા, શૈલેશ સગપરીયા, પરેશ વ્યાસ વગેરે લેખકોના પુસ્તકો પ્રકાશિત કરનાર જાણીતા પ્રકાશક ‘કે બુકસ’ દ્વારા આ પુસ્તકનું પ્રકાશન કરાયું છે. પ્રકાશક યોગેશ ચોલેરાના સૂચન પછી એ મુદ્દે વિચાર કરીને પુસ્તકનું એક ફોરમેટ નક્કી કર્યું. એટલે અહીં ૩-૪ અપવાદને બાદ કરતા એક પણ આર્ટીકલ ૬૦૦ શબ્દી મોટો ની. એમાં ક્યાંય કવોટસ-કવિતાઓનો ભરાવો ની. છેલ્લા સાતેક વર્ષી આપણામાનાં મોટાભાગના કે અનેક લોકો માટે કોમ્યુનિકેશનનું માધ્યમ વિવિધ એપ્સ છે અને એમાં વ્હોટ્સએપ અગ્રીમ રીતે ઉપયોગમાં લેવાય છે. એના પર કવિતા, જોક્સ, સમાચાર, શહિદ દિન, ભાષા દિવસ અને કેટકેટલું શેર થાય છે. ભલે વડીલો કહે કે વ્હોટસએપે તો દાટ વાળ્યો ! પણ આ માધ્યમ પણ સારા વિચારો ફેલાવી શકે. અભિવ્યક્તિ ક્યાંય પણ થાય વિચારનું તત્વ ડીવાઈસ કરતા વધુ મહત્વનું છે.
આ સહચિંતન છે જે વિચાર, ક્યારેક આદર્શ લાગતી વાત છે એ હું જીવું છું ને તમને કહી છે એવું ની. પણ આપણે બધા આ રીતે રહેવાની, કોશિષ કરી શકીએ એવું લાગે છે. મોટાભાગના લેખોમાં લેખક ‘તમે’ સંબોધે છે, તમે આમ ને તમે તેમ. એટલે એ સ્તિતિ પોતે તો પાર જ કરી ગયા છે એમ એ માને છે. હું ની માનતો, આ સમુત્કર્ષ-સહઉત્કર્ષનું કામ છે.
વિસ્તારી લખેલા લેખોના સંચય ‘સંવાદ’ અને વિશેષ વ્યક્તિઓના શબ્દચિત્ર-મુલાકાતોના પુસ્તક ‘મજાના માણસને મળવાની મજા’ પઝી જ્વલંતનું આ ત્રીજું પુસ્તક છે. એક વિચાર મેળો અહીં રચાયો છે. સોસીઅલ મીડિયાની ગેલેકસીમાં છેલ્લા અડધા દાયકાી એક ગ્રહ-નક્ષત્ર ઉમેરાયું એનું નામ વ્હોટ્સએપ. આ એપ્લીકેશને દુનિયાને અંગુઠાના ટેરવે જોડી દીધી. સ્માર્ટ ફોન વિચારો વહાવવાનું મહત્વનું માધ્યમ બની ગયો. જોક્સ, કવિતા, વિડીયો બધુ શેર થાય. વ્હોટ્સએપ એ ટેકનોલોજીના ક્ષેત્રે એક જાદુઈ લાગે એવું સ્ટેપ છે. દુનિયા આજે ટેકનીકલી તો સતત અપ ઈ રહી છે. પણ વૈચારિક વિકાસ અનિવાર્ય, વ્હોટ્સ એપ, એફબી, ટ્વીટરનું સ્વાગત. પણ એમાં ફકત હાઈ, હેલો, જીએમ, જીએન જે એક કે થોડું હોય ? એટલે આ પુસ્તકનું નામ રાખ્યું છે. થોટ્સઅપ એટલે ઉચ્ચ વિચાર અવા જયાં છીએ ત્યાંથી વિચાર કી ઊંચે જવાની માનસિકતા. અહીં સાવ સરળ ભાષા અને શૈલીમાં ટૂંકા કહી શકાય એવા ૫૩ લેખો છે. સોસીયલ મીડિયા, પ્રેમ, મોટીવેશન, વાંચન, ધર્મ જેવા વિષયો સમાવાયા છે અને અ ના પરનો એક મુકત વિચાર વિહાર અહીં યો છે.