મોટાવડાળા સમસ્ત લેઉવા પટેલ સમાજનો પ્રેરણાત્મક પરણીય પ્રસંગ સામાજિક સંરચનામાં પરિવર્તન માટે સલાહ નહિં પણ સહકાર આપી પરિવર્તન ની પહેલ કરતી સંસ્થા દીકરી એજ્યુકેશન ટ્રસ્ટની સુંદર કામગીરી. દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોટા વાળા દ્વારા સમાજ સેવાના અનેકવિધ કાર્યો કરવામા આવી રહ્યા છે. જેમાં સમાજમા સંવેદના ધબકતી રાખવા માટે ગામેગામ દીકરી રથ ફરી રહ્યો છે.
સમાજના ગરીબ ઘર સુધી પહોંચી તેના દુ:ખમાં ભાગ લઈ, તે ઘરની દીકરીની હમદર્દ બનીને સંસ્થા તેની સાથે ખડેપગે ઊભી રહે છે. સંસ્થા દ્વારા આ ગરીબ દીકરીઓને કરિયાવર પણ કરવામાં આવે છે. ગરીબ દીકરીઓને પુનર્વસનના ભાગરૂપે જૂનાગઢના જોષીપરામાં રહેતા લેઉવા કણબી નીતીનભાઈ બાબુભાઈ માથુકિયાની આર્થિક પરિસ્થિતિ નબળી! તેની બે દીકરીઓ નિકિતા અને રેલીના લગ્ન !
અનોખા લગ્ન કરી ખોટા ખર્ચા ઓ કરતા અને મોંઘા મેળવડાને મહત્વ નહિ પણ સપ્તપદી ની દીક્ષા ને સાદગીસભર ઉજવી સમસ્ત લેઉવા પટેલ સમાજને રાહ બતાવતી સંસ્થાનું સુંદર કાર્ય કરાયું હતું.