નિતીન પરમાર, માંગરોળ
જુનાગઢમાં ભુમાફીયાઓએ માજા મુકી હોય તેમ માંગરોળ તાલુકાના શિલ ગામે ગૌચર વિભાગની જમીનની અંદર પથ્થરની ખાણો ચાલતી હોવાની શંકા શેવાઇ રહી છે. આ બાબતે તપાસ કરવાની અવાર નવાર લોકો દ્વારા માંગ કરવામાં આવી છે છતાં પણ ખાણ ખનિજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. શા કારણે તપાસ કરવામાં નથી આવતી તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાય રહ્યા છે.
શીલ ગામે અનેક ખાણો ચાલી રહી છે જેના સર્વે નંબરમાં લીઝની મંજુરી હોય તે જગ્યાની બાજુમાં અડીને આવેલ સરકારી ગૌચરની જમીન ઉપર ખાણો ધમધમતી હોવાની આશંકા છે પરંતુ આ બાબતે કેમ તપાસ થતી નથી ? તે ચર્ચાઓ લોકોમાં જાગી છે. અહી કોઈ રાજકીય મોટા માથાના સગા સંબંધીની ખાણો હોવાની પણ શંકા છે અને એટલા માટેજ તપાસ નથી થતી તેવા આક્ષેપો સાથેની ચર્ચા સ્થાનિક વાસીઓમાં સાંભળવા મળી રહી છે.
આ ખાણોની પથ્થરોની ગાડીઓ ઓવર લોડેલ ચાલતી હોવાથી રસ્તાઓ પણ મગરની પીઠ માફક બની ચુકયા છે અને આ બાબતે પણ અવાર નવાર રજુઆતો કરવામાં આવી છે. છતાં પણ કોઇ કાર્યવાહી થતી નહી હોવાના તંત્ર પર આક્ષેપો થય રહયા છે. પરંતુ આ ખાણો રાજકીય મોટા માથની ઓથ હેઠળ ચાલતી હોવાની શંકાથી તપાસ થતી નથી કે શું ? તેવા અનેક સવાલોની લોકોમાં ચર્ચા જાગી છે