જો તમે CNG કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. વર્ષ 2024 આવી રહ્યું છે અને આ અવસર પર કારના ઘણા મોડલ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કંપનીઓ આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બરમાં CNG કાર પર ઘણી ઑફર્સ પણ આપી રહી છે. જેમાં મારુતિથી લઈને હ્યુન્ડાઈ, ટોયોટા અને બીજી ઘણી કંપનીઓની સીએનજી કારનો સમાવેશ થાય છે.
1.Maruti SuzukI
આ યાદીમાં પહેલું નામ મારુતિ સુઝુકીનું છે. કંપની તેની સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ સેડાન મારુતિ સ્વિફ્ટના CNG વેરિઅન્ટ પર રૂ. 25,000નું રોકડ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ સિવાય Celerio અને S-Pressoના CNG મોડલ પર અનુક્રમે 30,000 રૂપિયા અને 25,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
2. Hyundai
કંપની તેની Aura CNG પર રૂ. 20,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 10,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 3,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ ઉપરાંત, ગ્રાહકો ગ્રાન્ડ i10 Niosના CNG વેરિઅન્ટ્સ પર રૂ. 35,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 10,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 3,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકશે.
3.Tata Altroz
દેશની અગ્રણી કાર નિર્માતા કંપની ટાટા મોટર્સ પણ તેની સીએનજી કારની શ્રેણી પર વર્ષના અંતે આકર્ષક ઓફરો આપી રહી છે. આ મહિને Tata Altrozના CNG વેરિઅન્ટ પર 25,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય ગ્રાહકો આ કાર પર 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 10,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે. તે જ સમયે, Tata Tiagoના CNG વેરિઅન્ટ્સ પર 5,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ, 30,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 15,000 રૂપિયાનું કૉર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. કુલ મળીને તમે Tiago CNGની ખરીદી પર 50,000 રૂપિયા બચાવી શકો છો.
4. Toyota Glanza
ટોયોટા મોટરે ડિસેમ્બરમાં ગ્લાન્ઝા CNG (Toyota Glanza CNG) પર ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરી છે. આ મહિને Glanza CNGની ખરીદી પર 20,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય આ કાર પર 20,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ મળી શકે છે. કંપની ચોથા અને પાંચમા વર્ષ માટે Glanza પર રૂ. 11,000 સુધીની વિસ્તૃત વોરંટી પણ ઓફર કરી રહી છે.