નોટિફિકેશન અનુસાર, જે FDCs પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં એન્ટિબાયોટિક્સ, એન્ટિ-એલર્જિક, પેઇન, તાવ, હાઇપરટેન્શન, મલ્ટી વિટામિન્સ સહિત ઘણી દવાઓનો સમાવેશ થાય છે.
સરકારે 156 FDCs (ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન ડ્રગ્સ) પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. આ દવાઓનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ અંગેની સૂચના જારી કરવામાં આવી છે. ગયા વર્ષે 14 FDC પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, આ નિર્ણય ડ્રગ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (DTAB)ની ભલામણ બાદ લેવામાં આવ્યો છે. ડીટીએબીને તેની તપાસમાં આ સંયોજન દવાઓના દાવા સાચા જણાયા ન હતા અને દર્દી માટેના ફાયદા કરતાં વધુ નુકસાનને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો હતો.
ગયા વર્ષે 14 FDC પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
નોટિફિકેશન અનુસાર, જે FDCs પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં એન્ટિબાયોટિક્સ, એન્ટિ-એલર્જિક, પેઇન, તાવ, હાઇપરટેન્શન, મલ્ટી વિટામિન્સ સહિત ઘણી દવાઓનો સમાવેશ થાય છે. ગયા વર્ષે 14 FDC પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ગયા વર્ષે 14 FDC પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વર્ષ 2016માં 344 FDC પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.