કવાડ બેઠક હત્યાના વિવાદની ચર્ચા કરવા માટેનું મંચ નથી : જાપાન
નેશનલ ન્યૂઝ
શનિવારે ન્યુયોર્કમાં ક્વાડ ફોરેન મિનિસ્ટર્સની મીટિંગમાં કેનેડાની ધરતી પર ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો મુદ્દો ઉઠાવવાના કેનેડાના સૂચન માટે જાપાન સંમત નહીં થતાં કેનેડાને મોટો ફટકો પડ્યો છે. કેનેડા કવાડ બેઠકમાં આ મુદ્દો ઉઠાવવા માંગતું હતું પણ આર્થિક મહાસત્તા જાપાને નનૈયો ભણતા કેનેડાને ઝટકો લાગ્યો છે. આ પહેલા ફ્રાન્સએ પણ આ મુદ્દે કેનેડાને ઝટકો આપ્યો હતો.
નિજ્જરની હત્યાના મુદ્દા પર ચર્ચા કરવા કેનેડાએ સૂચન કર્યું હતું. જયારે ભારતે વર્ષ 2020માં જ નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો ત્યારે તરીકે ક્વાડ બેઠકમાં આ મુદ્દાની ચર્ચા માટે ભારતની સાથે જાપાને પણ નનૈયો ભણ્યો છે. જાપાનને પણ લાગે છે કે ક્વાડ એ મુદ્દા પર ચર્ચા કરવા માટેનું પ્લેટફોર્મ નથી તેવું એક સૂત્રએ જણાવ્યું છે. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના વિસ્તરણની પૃષ્ઠભૂમિમાં જાપાન ભારતને સમર્થન આપે તેવી અપેક્ષા છે.
ચતુર્ભુજ સુરક્ષા સંવાદ સાથે ક્વાડ ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુએસનો સમાવેશ કરતું વ્યૂહાત્મક મંચ છે. હિરોશિમામાં આયોજિત તેમની ત્રીજી વ્યક્તિગત સમિટમાં ક્વાડ નેતાઓએ સુરક્ષિત સૉફ્ટવેર માટેના સંયુક્ત સિદ્ધાંતો, જટિલ અને ઉભરતા તકનીકી ધોરણો માટેના સિદ્ધાંતો અને ઈન્ડો-પેસિફિકમાં સ્વચ્છ ઊર્જા પુરવઠાની સાંકળો માટેના સિદ્ધાંતો જારી કર્યા હતા
કેનેડામાં રહેતા ભારતીય લોકોના સતત સંપર્કમાં રહેવા દુતાવાસ હરકતમાં
ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં ભારત અને કેનેડા વચ્ચે શરૂ થયેલો વિવાદ ચાલુ છે. દરમિયાન ભારતના કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે કેનેડામાં રહેતા ભારતીય લોકો માટે કોન્સ્યુલર સેવા ચાલુ છે. કોન્સ્યુલર સેવાઓમાં પાસપોર્ટ ઇશ્યુ, પાસપોર્ટ રીન્યુઅલ, પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ અને વેરિફિકેશન વગેરેનો સમાવેશ થાય છે. જે સવલત કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો માટે ચાલુ રાખવામાં આવી છે. ભારતના કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વિગતો આપી છે. સાથે દુતાવાસ દ્વારા કેનેડામાં રહેતા ભારતીયો સાથે સતત સંપર્કના રહેવા પ્રયત્નો શરૂ કરી દીધા છે. ‘મદદ’ પોર્ટલ પર ભારતીયોને રજીસ્ટ્રેશન કરાવી લેવા માટે અપીલ પણ કરવામાં આવી છે.