ગ્રોસરી ઈ-કોમર્સ પ્લેટફોર્મ બિગ બાસ્કેટ ગ્રાહકોના નામ, સરનામા, ઈ-મેઈલ આઈડી,  મોબાઈલ નંબર સહિતના ડેટાની ચોરી; પાસવર્ડ પણ લીક થયા હોવાની આશંકા

ડિજિટલનો ઉપયોગ તો વધ્યો પણ સલામતીનાં નામે ‘મીંડુ’; સુરક્ષાના અભાવે હેકર્સને મોકળો માર્ગ

આજના આધુનિક યુગમાં ડિજીટલનો ઉપયોગ ખૂબ બહોળા પ્રમાણમાં વધ્યો છે. ડીજીટલી સુવિધાઓનાં કારણે આપણુ વ્યવહારૂ જીવન સરળતો બન્યું છે. પણ આ સાથે સાઈબર ક્રાઈમનો ખતરો પણ ઉભો થયો છે. ઈન્ટરનેટ ઉપયોગની સલામતીને લઈ અવાર નવારા પ્રશ્ર્નો ઉભા થાય છે નેટ સંબંધી સુવિધાઓનો ઉપયોગ તો વધ્યો છે. પણ તેની સામે સલામતીને નામે અનિશ્ર્ચિતતા છે. હેકર્સને મોકળો માર્ગ મળી ગયો હોય તેમ સાઈબર ક્રાઈમના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે ડેટા લીકનો વધુએક બનાવ ઘટયો છે. ઈ-કોમર્સ ક્ષેત્રની ગ્રોસરી કંપની બિગબાસ્કેટમાં હેકરોએ ‘છીંડુ’ પડયું છે. બે કરોડ ભારતીયોના ડેટા ચોરી થયા છે. અને એ રૂપીયા ૩૦ લાખમાં વેચાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

ઈન્ટરનેટના ઉપયોગની સાથે સાથે તેની સાવચેતી પણ એટલી જ જરૂરી છે. ડીજીટલી સેવાઓનો વ્યાપ તો વધ્યો છે. પણ તેના માધ્યમથી થતા ક્રાઈમના બનાવો પણ અંકુશમાં લેવાની તાતી જરૂરીયાત છે. હજુ ઘણા એવા લોકો છે કે જેઓને ડિજીટલ પ્લેટફોર્મ પર વિશ્ર્વસનીયતા નથી વોટસએપ, ફેસબુક જેવા સોશ્યલ મીડીયાના માધ્યમથી આજે અફવાઓ, ખોટી માહિતીઓ વ્યાપકપણે ફરતી થઈ છે. ડેટા ચોરીનો ભય છે. આથી જ ભારતીય સેના વોટસએપનો ઉપયોગ ટાળી રહી છે. અને તે માટે તાજેતરમાં જ સેનાએ ‘એસએઆઈ’ નામની એપ્લીકેશન વિકસાવી છે.

સાઈબર ઈન્ટેલિજન્સ ફર્મ ‘સાઈબલ’ અનુસાર, ગ્રોસરી ઈ-કોમર્સ પ્લેટફોર્મ બિગબાસ્કેટના બે કરોડ ગ્રાહકોના ખાનગી ડેટા લીક થયા છે. એક હેકરે ડાર્ક વેલ પર આ ડેટાને ૩૦ લાખ રૂપીયામાં વેચવા માટે અપલોડ કર્યા છે. કંપનીએ આ માટે ફરિયાદ બેંગ્લોરનાં સાઈબર ક્રાઈમ સેલમાં નોંધાવી છે. સાઈબલ તેના બ્લોગમાં જણાવ્યું છે કે, ડાર્કવેબની નિયમિત નિગરાણી દરમિયાન અમારી હાસર્ચટીમે સાઈબર ક્રાઈમ માર્કેટમાં બિગ બાસ્કેટ, ડેટાબેસની બોલી જોઈ જેમાં ‘મેંબર-મેંબર’ના નામથી એક ટેબલ જોવા મળ્યું હતુ આ એસકયુએલ ફાઈલની સાઈઝ ૧૫ જીબી સુધીની હતી અને તેમાં ૨ કરોડ ગ્રાહકોના ડેટા અંકિત હતા.

સાઈબર અધિકારીઓએ જણાવ્યું કે આ ફાઈલમાં ગ્રાહકોનાં નામ, સરનામા, ઈ-મેઈલ આઈડી, જન્મતારીખ, મોબાઈલ નંબર, પાસવર્ડ અને આઈપી એડ્રેસ હતા પાસવર્ડ પણ લીક થયા હોવાની અધિકારીઓએ આશંકા વ્યકત કરી છે. જોકે, કંપનીએ બંકીંગથી જોડાયેલા ડેટા સુરક્ષીત હોવાનું જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.