દુનિયાને અલવિદા કહેનાર બોલીવૂડના ખ્યાતનામ અભિનેતા ઋષિ કપૂરની ફિલ્મી પડદા પર સુપર સ્ટાર અમિતાભ સાથે યાદગાર કહેવાય તેવી જોડી હતી.બંને વચ્ચેની વ્યક્તિગત દોસ્તી પણ જગજાહેર હતી.અમિતાભ અને ઋષિએ એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.તેમની છેલ્લી ફિલ્મ ‘102 નોટઆઉટ’ હતી.આ ફિલ્મમાં તે અમિતાભના પુત્રની ભૂમિકામાં હતા.
ઋષિ કપૂરને શ્રદ્ધાંજલિમાં, અમિતાભ બચ્ચને 102 નોટ આઉટ ફિલ્મની એક ગીતની વિડિઓ ક્લિપ શેર કરી છે જેમાં તેઓએ સાથે કામ કર્યું હતું.
આ ફિલ્મમાં રૂષિ કપૂર અને બિગ બીએ 1959 માં આવેલી ફિલ્મ કાગઝ કે ફૂલના સદાબહાર ગીત, વક્ત ને ક્યા ક્યા હસીન,. ફિલ્મ 102 નોટઆઉટમાં બિગ બી દ્વારા આ ગીત ગાવામાં આવ્યું છે. 77 વર્ષીય અભિનેતાએ તેના મિત્ર અને સહ-અભિનેતા રૂષિ કપૂરને શ્રદ્ધાંજલિ તરીકે ગીતનાં ગીતો લખ્યા હતા. બિગ બીએ લખ્યું, “વક્ત .. વક્ત ને ક્યા ક્યા હસીન સીતમ .. તુમ રહે ના તુમ, હમ રહે ના હમ,”
પોતાની આત્મકથામાં ઋષિએ લખ્યુ હતુ કે, અમર અકબર એન્થનીમાં કામ કરતા પહેલા તેમની અને અમિતાભ વચ્ચે વાતચતી થતી નહોતી.બંને વચ્ચે થોડો તનાવ હતો.જોકે આ ફિલ્મ બાદ તેમની દોસ્તી પાકી થઈ ગઈ હતી.