ઈઝરાયલી પીએમ બોલીવૂડ સ્ટાર્સને મળ્યા
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઈઝરાયલના ડેલિગેશને ડિનર લીધુ ત્યારે ‘ઈચક દાના બિચક દાના’ ગીત વગાડવામાં આવ્યું હતું. જી હા, આ ગીત ઈઝરાયલીઓનું ફેવરીટ છે. ટૂંકમાં ઈઝરાયલનો બોલીવૂડ પ્રેમ આજ કાલનો નથી. ગઈકાલે ઈઝરાયલી વડાપ્રધાન બેન્જમીન નેતાન્યાહુ અને તેમના પત્ની લોરા માયાનગરી મુંબઈ આવ્યા હતા. તેમને અમિતાભ બચ્ચન સહિતના બોલીવૂડ સીતારા મળ્યા હતા.
બિગ-બીએ બેન્જમિન સાથે ગ્રુપ સેલ્ફી પણ લીધી હતી. અમિતાભ ઉપરાંત અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, કરન જોહર, સુભાષ ઘઈ, ઈમ્તિયાઝ અલિ, પ્રસૂન જોશી, રણધીર કપૂર, રોની સ્ક્રૂવાલા, મધુર ભંડારકર, વિવેક ઓબેરોય, અભિષેક કપૂર, યુવા અભિનેત્રી સારા અલિ ખાન,, રાજ નાયક વિગેરે વીઆઈપી ઈઝરાયલી દંપતીને મળ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે નેતાન્યાહુને મુંબઈમાં આવકાર્યા હતા. નેતાન્યાહુએ કહ્યું હતું કે, વર્લ્ડ લવ બોલીવૂડ, ઈઝરાયલ લવ બોલીવૂડ, આઈ લવ બોલીવૂડ.