જગત જનની મા ઉમિયાના ધામ વિશ્વઉમિયાધામ જાસપુર- અમદાવાદ ખાતે તાજેતરમાં સંસ્થાની કારોબારી મિટિંગ અને તમામ સભ્યોની જનરલ બોર્ડની મિટિંગ મળી હતી જેમાં. મહત્વ પૂર્ણ રીતે વિશ્વના સૌથી ઉંચા ઉમિયા માતાજી મંદિરના બાંધકામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની અનેક વિધ યોજનાઓનો ફલક વધારવા અંગે ચર્ચાઓ થઈ હતી. આ સાથે જ સમાજ વિવિધ શ્રેષ્ઠીઓ લગભગ 10 કરોડની રકમનું માતબાર દાન આપ્યું હતું. કોરોનાની લડતમાં સંસ્થાએ બે આઇસીયુ ઓન વ્હિલ એમ્બ્યુલન્સનું દાન કર્યું.

30 જુલાઇ સુધીમાં ઉમાછત્ર કવચથી સુરક્ષિત બનશે: પાટીદાર સમાજના પરિવારને 10 લાખનું વિમા કવચ ઉમાછત્ર યોજના હેઠળ પુરુ પડાશે

 કોરોનાની મહામારીમાં આધ્યાત્મિકતા સાથે સાથે લોકોના આરોગ્યને લઈ સેવાઓની તાતી જરૂર ઉભી થઈ છે ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદે બે આઇસીય ઓન વ્હિલ એમ્બ્યુલન્સ બે હોસ્પિટલને દાન કરી છે. જેનું લોકાર્પણ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્વ કેબિનેટ મંત્રી અને પાટીદાર અગ્રણી નરોત્તમભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું જેમાં સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ ઉપપ્રમુખ પ્રહલાદભાઈ  કામેશ્વર, દિપકભાઈ પટેલ, ડી એન ગોલ, વાડીભાઈ પટેલ, મહામંત્રી  રૂપેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સંસ્થા આવનાર સમયમાં ગુજરાતની અન્ય 6 હોસ્પિટલો સાથે સંકલન કરી દવાથી લઈ સાધનો અને સ્ટાફ સહિતની તમામ મદદ કરવાની જાહેરાત કરી છે.

વિશ્ર્વ ઉમિયાધામ નિર્માણ કાર્યને સી.આર. પાટીલે અભિનંદન પાઠવ્યા

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર પી પટેલ સંસ્થાના કાર્યભારની વિગતવાર ચર્ચા સભ્યો સાથે કર્યા બાદ ઉમાછત્ર યોજનાની વિગતે વાત કરી હતી. આર પી પટેલે કહ્યું કે 30 જુલાઈ સુધીમાં પાટીદાર સમાજના 5000 પરિવારને 10 લાખનું વિમાકવચ ઉમાછત્ર યોજના હેઠળ પૂરૂ પડાશે. સંસ્થાની સમગ્ર સંગઠનની ટીમ કામે લાગી ગઈ છે. સેંકડો કાર્યકર્તાઓ આ કાર્યમાં લાગી ગયા છે અને સમાજને સર્વશ્રેષ્ઠ યોજના અર્પણ કરીશું વિશ્વઉમિયાધામના નિર્માણ કાર્યને ખૂબ  સી. આર.પાટીલે અભિનંદન પાઠવ્યા છે. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ વર્ચ્યુલ જોડાયા હતા. તેમણે વિશ્વ ઉમિયાધામના નિર્માણ કાર્યને અભિનંદન પાઠવ્યા અને આ સુવર્ણ કાર્યમાં લોકો જોડાઈ અને મંદિર નિર્માણનું કાર્ય ઝડપથી સંપન્ન થાય એવી શુભકામનાઓ પણ પાઠવી હતી.

અનેક વિઘ્ન આવશે પણ મંદિરનું કામ સુપેરે પૂર્ણ થશે: નરોતમભાઈ પટેલ

પૂર્વ કેબિનેટ મંત્રી  અને પાટીદાર અગ્રણી નરોતમભાઈ પટેલે ઉદબોધન કરતાં કહ્યું કે વિશ્વઉમિયાધામ મંદિર નિર્માણનું કાર્ય અનેક વિઘ્ન હોવા છતા સુપેરે પૂર્ણ થશે. જેને પણ આ કાર્ય ઉપાડ્યુ છે એવા આર પી પટેલને ધન્યવાદ છે. કાર્ય કરવામાં હાથી જેવો સ્વભાવ રાખી કાર્ય કરવું કુતરાઓ ભસસે પણ હાથીની જેમ કાર્ય પૂર્ણ કરજો એવા આશીર્વાદ આપ્યા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.