- સીમા વિવાદને લઈને બંને દેશો વચ્ચે સમજૂતી
- બંને દેશો LAC પર પેટ્રોલિંગ કરવા માટે થયા સંમત
- વિદેશ મંત્રાલયે આપી માહિતી
National : પૂર્વી લદ્દાખમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા સીમા વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચેનો તણાવ ઓછો થવા લાગ્યો છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ માહિતી આપી છે કે ભારત અને ચીનના સૈન્ય વાટાઘાટકારો સમજૂતી પર પહોંચી ગયા છે. પૂર્વી લદ્દાખમાં ચીન સાથેના સરહદ વિવાદ પર વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સોમવારે માહિતી આપી હતી કે LAC પર પેટ્રોલિંગને લઈને બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે.
ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ મુદ્દે સમજૂતી થઈ છે. જેમાં બંને દેશો સૈનિકોને હટાવવાની સાથે LAC પર પેટ્રોલિંગ કરવા માટે પણ સંમત થયા છે. આ માહિતી વિદેશ મંત્રાલયે આપી હતી. ખાસ વાત એ છે કે સીમા વિવાદને લઈને આ સમજૂતી બ્રિક્સની બેઠક પહેલા થઈ છે.
એલએસી પર પેટ્રોલિંગ સંબંધિત સમજૂતી પર, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી થયેલી ચર્ચાના પરિણામે ભારત-ચીન સરહદ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ વ્યવસ્થા પર સમજૂતી થઈ છે. વધુમાં વિદેશ સચિવે જણાવ્યું હતું કે આનાથી 2020માં આ વિસ્તારોમાં ઉભી થયેલી સમસ્યાઓનું સમાધાન થઈ રહ્યું છે. કરાર હેઠળ, બંને દેશોની સેના ડેપસાંગ અને ડેમચોકમાં તેમના જૂના સ્થાનો પર પાછા ફરશે. આ સાથે, છૂટા થયા પછી, બફર ઝોનમાં પેટ્રોલિંગનો માર્ગ પણ સાફ થઈ ગયો છે.