ડાયમંડ ફોર એવર
ભાગ્યે જ જોવા મળતા જાબુંડીયા-ગુલાબી રંગના હીરાની ૧૧મી નવેમ્બરે હરરાજી
દુનિયાનો સૌથી સખત પદાર્થ ગણાતો ‘હીરો’ માત્ર તેના ચળકાટથી ભલભલાના મન નરમ બનાવી દે છે. હીચની ચમક સૌ કોઇને આકર્ષિત કરે છે. ત્યારે આવો જ એક જાંબુડીયો અને ગુલાબી રંગનો હીરો રશિયા માંથી મળી આવ્યો છે. જે ૧૪.૮૩ કેરેટનો છે. આવા હીરા ભાગ્યે જ જોવા મળતા હોય છે. આગામી ૧૧મી નવેમ્બરે જિનીવા ખાતે આ દુર્લભ જવલંત હીરાની હરરાજી થવાની છે. જેની બોલી ૩૮ બિલીયન ડોલર એટલે કે ૨૬૦ કરોડ રૂપિયાથી શરૂ થશે.
વિશ્ર્વનો આ અદ્ભૂત અને દુર્લભ હીરો રશિયામાં અલરોસ દ્વારા કરાયેલાં ખનન દરમિયાન મળી આવ્યો હતો. જેનો આકાર અંડકાર મણિ જેવો છે. આ હીરાને ‘ઓવલ જેમ’ જ નામ અપાયું છે જેનો અર્થ અંકકાર મણિ જ થાય છે. આ નામ રશિયાઇ બલેટ ‘ધ સ્પિીરીટ ઓફ ધ રોઝ’ પરથી રાખવામાં આવ્યું છે.
શોધકર્તાઓ દ્વારા આ અંગે કહેવાયું છે કે આવા હીરા ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ હીરાને એક મોટા ગુલાબી રંગના ફિસ્ટલમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. જે અતિડુર્લભ છે.સામાન્ય રીતે, ગુલાબી રંગના હીરા પ્રતિ એક ટકાએ ૧૦ કેરેટથી મોટા હોય છે. સોથબાયનટ જવેલરી ડીવીઝનના વર્લ્ડવાઇડ ચેરમેન જેરી સ્કુલરે જણાવ્યું કે, ડાયમંડ સ્વાભાવિક રીતે રંગીન જ હોય છે કારણ કે તેની આંતરિક રચના જાળી સ્વરૂપે હોય છે, તેમાં પ્રકાશનું પરાવર્તન થતું હોવાથી તે ચળકાટ ધરાવે છે. વિશ્ર્વેષકોએ આ અંગે જણાવ્યું કે, ગુલાબી રંગના હીરા દુર્લભ તો હોય જ છે. આથી તેની કિંમત અનેક ગણી વધી જાય છે. આ જાંબુડી અને ગુલાબી રંગના હીરાને ૧૧મી નવેમ્બરે હરરાજી માટે ચૂકવામાં આવશે. જો કે, એ અગાઉ તેને હોગકોગ, સિંગાપોર અને તાઇપેઇમાં પ્રદર્શન માટે મૂકવામાં આવશે.