અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. પાંચમી નવેમ્બરે વિશ્વની મહાસત્તાનાં સિંહાસને કોણ બેસશે તેની જાહેરાત થઇ ગઇ હશૈ. ભલે ભારતના આમઆદમીને અમેરિકાનાં પ્રમુખ સાથે કોઇ સીધો સંબંધ ન દેખાતો હોય પરંતુ આપણા દેશની ૧૩૦ કરોડ નાગરિકોમાંથી મોટા ભાગનાં સૌને અમેરિકન પ્રમુખપદની અસર થાય જ છૈ. શું ચીન સાથે યુધ્ધ થાય તો દરેક ભારતીયને અસર થાય કે નહીં? શું દેશની કૄષિપેદાશોની નિકાસમાં ઘટાડો થાય તો ભારતના ખેડૂતને તેની અસર થાય કે નહીં? શું અમેરિકા એચ-૧ બી વિઝાનાં નિયમો આકરાં કરે તો ભારતના આઇ.ટી ઉદ્યોગને અસર થાય કે નહીં.? અમેરિકાનાં ડાઉ કે નાયમેક્સમાં ક્રુડતેલનાં ભાવમાં ગાબડાં પડે તો ભારતના બજારોને અસર થાય કે નહીં? આવા તો અનેક ફેક્ટર છે જે આજથી ત્રણ દાયકા પહેલા કદાચ ભારતીય બજારોને અસર કરતા નહોતા પરંતુ આજે તેની ભારતીય બજારો ઉપર બહુ મોટી અસર પડતી હોય છે.
હવે જો ટ્રમ્પ સાહેબ ફરી સત્તા સંભાળે તો શું? અને જો બિડેનને વ્હાઇટ હાઉસમાં એન્ટ્રી મળે તો શું? અહીં સૌથી અગત્યની વાત એ છે કે બે દેશો વચ્ચેની રાષ્ટ્રિય સુરક્ષા નીતિ તથા ત્રાસવાદ એ એવા મુદ્દા છે જેમાં સરકાર બદલાવાથી બહુ મોટો ફરક પડી શકતો નથી. બેશક અમુક વ્યવસાયિક, રોજગારી તથા રાજકિય નીતિઓ જે તે સરકારની સાથે બદલાઇ શકે છે. પરંતુ એક વાત યાદ રાખવી કે આમાની મોટા ભાગની સ્થિતી પ્રવાહી હોય છૈ, અને વિજ્ઞાન કહે છૈ કે પાણી પોતાનો માર્ગ કરી જ લે છે…!
રાષ્ટ્રિય સુરક્ષાની વાત કરીઐ તો ચીનને હંફાવવા માટે એશિયામાં અમેરિકાને ભારતનો સાથ છોડવો પાલવે એમ નથી, પછી સત્તા સ્થાને ટ્રમ્પ હોય કે બિડેન. ભારત માટે પણ હાલમાં કાંઇક આવી જ સ્થિતી છે. અમેરિકાની સમાજ વ્યવસ્થાનો ઇતિહાસ બોલે છે કે ત્યાં વસેલા ભારતીયો ઉપર ક્યારેય અત્યાચાર થયા નથી તેથી તેમની સુરક્ષા કે તેમને દેશ છોડવો પડે તેવી સ્થિતી આવવાની શક્યતા હાલમાં દેખાતી નથી. આવી જ રીતે ભારતમાં રહેતા અમેરિકનને પણ આવી કોઇ સમસ્યા નથી.
રાજકિય, વ્યવસાયિક તથા રોજગાર લક્ષી મુદ્દાઓ છે જેમાં સત્તાસ્થાને કોણ છે અને ભારત સરકારના તેની સાથે કેવા સંબંધો છે , તેની અસર પડતી હોય છૈ. અમેરિકામાં હાઉડી મોદી કે અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ જેવી ઈવેન્ટ મોદીજીની ટ્રમ્પ સાથેની દોસ્તીનો પ્રભાવ છે. આવા દોસ્તીનાં સંબંધો વચ્ચે જો ટ્રમ્પ સાહેબ ફરી સત્તાના સુત્રો સંભાળે તો મોદીજી માટે એક ફાયદો એ છે કે અમેરિકાની સરકાર સાથે કેવી રીતે વહેવાર કરવો તેની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર જ છે. ખાલી મોદીજીને તેનો અમલ કરાવવાનું શરૂ કરવું પડે. અમેરિકાની ચૂંટણોઓને ધ્યાનમાં રાખીને ભારતના બે પ્લાન તૈયાર હોવા જોઇએ. પ્લાન-૧ ટ્રમ્પ સત્તા ઉપર આવે તો તુરત જ તેના અમલની દિશામાં ભારતને આગળ વધવાનું રહે. ભારત અમેરિકા વચ્ચે ૨+૨ ડાયલોગ અમેરિકાની ચૂંટણીના એક અઠવાડિયા પહેલા જ સફળતા પૂર્વક યોજાય તે અમલ જ ગણાય. જ્યારે પ્લાન-૨ માં ભારતે જો બિડેન સત્તા ઉપર આવે તો આ બીજો પ્લાન કેન્દ્ર સ્થાને રાખીને કામગીરી શરૂ કરી શકાય.
યાદ રહે કે જો બિડેન સત્તાના સુત્રો સંભાળે તો ભારતને એકદમ શાંતિથી કોઇ જ શોર કે પ્રસિધ્ધી વિના પોતાના હિતનાં કામ કઢાવવાના રહેશે. બિડેન જ્યાંથી આવે છે, જે પાર્ટીના છૈ, અને ઓબામાના ભારત પ્રત્યેના વલણને ધ્યાનમાં રાખવું પડે. બિડેન ભારત સાથે વ્યાપક વૈશ્વિક સ્ટ્રેટેજીક પાર્ટનર શીપ કરવા રાજી હોય. જો બિડેન કારભાર સંભાળે તો તે ટ્રમ્પનાં સંખ્યાબંધ વ્યવસાયિક પગલાંને ડસ્ટ બીનમાં પધરાવે અને નવા પગલાં લેવાના ચાલુ કરે જેમાં ભારતે પોતાના હિતની તક શધવાનો મોકો મળે. બિડેન ટ્રમ્પની સરખામણીઐ સરળ તથા ઓછા સ્માર્ટ નેગોશિેઐટર છે. તેથી ભારતને વ્યાજબી નફા સાથે કારોબાર કરવાની તક મળે. અંહીં ભારત એચ-૧ બી વિઝાનો મુદ્દો પણ ફેરવિચાર માટે મુકી શકે છે. અંહી ઇરાનનાં ચબ્બાહર બંદરના મામલે અમેરિકાને કહીને ઇરાન ઉપર દબાણ લાવી શકાય તેમ છે. ઇન્ડો-પેસેફિક રિજનમાં ભારત-અમેરિકાની ભાગીદારી અતિમહત્વ પૂર્ણ સાબિત થઇ શકે છે. અગાઉ જણાવ્યું તેમ ટ્રમ્પ બહુ આકરા નેગોશિયેટર છે. જ્યારે બિડેન પાસે ફરી ભારત મોટાપાયે વિદેશી મુડીરોકાણ લાવી શકાય તેવી માંગ કરી શકાય.