સાયકલને આપણે કેમ ભૂલી શકીએ ભાઈ !! સાયકલ તો આપણા જીવનનું પ્રથમ વાહન કહી શકાય. આપણને સૌને આપણા પપ્પાએ કહ્યું જ હશે કે એક વાર પડી જઈશ પછી સાયકલ આવડી જ જશે. આજે ધીરે-ધીરે લોકો સમયના પરીવર્તન સાથે સાયકલમાંથી વિવિધ વાહનો તરફ જવા માંડ્યા છે. ત્યારે નાનપણની સાયકલ હવે ભૂલાતી જાય છે. પણ આ સાયકલ સાથે જીવન જીવમાં આવે તો પ્રકૃતિ સાથે સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. આજે વિશ્વ સાયકલ દિવસ છે તો ચાલો જાણીએ સાયકલ વિશે જાણી અજાણી વાતો:
સૌ પ્રથમ આ સાયકલ યુરોપમાં ૧૮મી સદીમાં વિચાર આવ્યો હતો. તે પેરિસના એક કારીગર દ્વારા ૧૮૧૬માં બનવામાં આવી હતી.આ સાયકલમાં મોટી ભૂમિકા ભજવતા તેના પેડલની શોધ કરી હતી.વેલોસિપેડ તેને નામ અપાયું હતું . તેની વધતી માંગની લોકપ્રિયતાને કારણે, ઇંગ્લેંડ, ફ્રાન્સ અને અમેરિકાના ઇન્સ્ટ્રુમેન્ટ ઉત્પાદકોએ ઘણા સુધારા કર્યા અને વર્ષ 1872 માં તેને એક સુંદર દેખાવ આપ્યો.આ પ્રથમ સાયકલ તે મુખ્ય રીતે ચક્ર 30 ઇંચથી લઈને 64 ઇંચ અને પાછળનું વ્હીલ લગભગ 12 ઇંચ હતું. ક્રેન્ક્સ ઉપરાંત, બુલેટ બેરિંગ્સ અને બ્રેક્સ પણ લાગુ કરવામાં આવ્યા હતા. આ સાયકલને આથી તે યુગની સૌથી આધુનિક સાયકલ તરીકે ઓળખવામાં આવી હતી. ત્યારે આ સાયકલ તે ભારતમાં ૧૯૬૦-૧૯૯૦ સુધી ખૂબ પ્રચલિત થઈ. તેનાથી ભારતમાં આર્થિક રીતે ઘણી સહાય મળી.
પ્રથમ સત્તાવાર વિશ્વ સાયકલ દિવસ 3 જૂન, 2018 ના રોજ ઉજવવામાં આવ્યો. ભારતમાં પણ છેલ્લા ત્રણ વર્ષથી આ દિવસ ઉત્સાહથી ઉજવવામાં આવે છે
સાયકલ ચલાવવાનાં ફાયદા
- દરરોજ અડધો કલાક સાયકલ ચલાવવાથી સ્થૂળતા, ખાસ કરીને પેટની ચરબી ઓછી થાય છે.
- દરરોજ સવારે સાયકલ ચલાવવીથી તાજી હવા પણ મળે છે અને તમારી ફિટનેસને જાળવી રાખે છે.
- સાયકલ ચલાવવાથી રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહે છે. એક અહેવાલ મુજબ, સાયકલ ચલાવવાથી ઈમ્યૂન સેલ્સ એક્ટિવ થઈ જાય છે જે રોગનું જોખમ ઘટાડે છે.
- એક શોધ મુજબ, રોજ 30 મિનિટ સાયકલ ચલાવવાથી વ્યક્તિનુ મગજ સામાન્ય વ્યક્તિ કરતા વધુ સક્રિય રહે છે અને બ્રેન પાવરમાં પણ 15 થી 20 ટકાનો વધારો થાય છે.
- સાયકલમાં ડીઝલ અથવા પેટ્રોલની જરૂર રહેતી નથી અને સ્વાસ્થ્ય પણ જળવાય છે.તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી માટે તે પર્યાવરણ માટે પણ અનુકૂળ છે.