- વડતાલમાં શ્રીજી મહારાજની લીલાથી આજે પણ કણ-કણમાં સર્વે જગ્યાએ ચૈતન્યમય અને અમૃતમય છે: મહામંડલેશ્ર્વર ગુરૂ શરણાનંદજી મહારાજ
- શ્રીજી મહારાજ ઐશ્ર્ચર્યનું નવુ સરનામું અને દેશનું બેનમુન નજરાણું
શ્રી વડતાલધામ સ્વામિનારાયણ મંદિર તેમજ ટેમ્પલ બોર્ડ વતી મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામી તેમજ તેમના વતી ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણીની સંયુક્ત યાદીમાં જણાવ્યુ હતુ કે, તા.7 નવેમ્બર – 2024 ગુરૂવારથી તા.15 નવેમ્બર – 2024 શુક્રવાર સુધી વિશ્ર્વ વિખ્યાત તીર્થધામ વડતાલને આંગણે શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીમાં ભાગ લેવા દરેક સંપ્રદાયના હરિભક્તો સાથે દરેક સંપ્રદાયના વડાઓ, સંતો-મહંતો આદી રાજકીય-સામાજ ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિત નોંધપાત્ર બની છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમના જીવનકાળમાં 40 વખત વડતાલ આવ્યા હતા. તેથી, ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓને લાંબા સમય સુધી સાચવવા અને દ્રશ્યમાન રાખવા માટે, મંદિર પ્રશાસને એક વિશાળ સંગ્રહાલય બનાવવાનો નિર્ણય લીધો, જે આધ્યાત્મિક જગતની સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવશે. 85, 000 સ્ક્વેર યાર્ડમાં આકાર લઈ રહેલાં અક્ષર ભુવનનું બાંધકામ અસલ ભારતીય પરંપરા મુજબ કરવામાં આવી રહ્યું છે. આ આખું મ્યુઝિયમ 2 હજાર વર્ષ સુધી અડીખમ રહેશે. આ અક્ષરભુવનમાં ભગવાન સ્વામિનારાયણના જીવનમાં ઉપયોગમાં આવેલી 5000થી વધુ વસ્તુઓ જેવી કે સુવર્ણ પિચકારી, તીર અને ધનુષ, ધરમપુરના રાજમાતા કુશળ કુંવરબાએ આપેલો જરીનો ગૂંથેલો મુગટ, ગાયકવાડ સરકારે અર્પણ કરેલો નવલખો હાર, સ્વામિનારાયણ ભગવનનાં નખ, અસ્થિ, કેશ, ચરણરજ, મોજડી, ખેસ, 51 વાટની આરતી, શાલ, સહિતની વસ્તુ લોકો માટે પ્રદર્શિત કરવામાં આવશે ત્યારે સ્વામિનારાયણ ભગવાનના અવતારીય ઐશ્ર્ચર્યની સાક્ષી રહેલ ભૌતિક વસ્તુઓના ખજાનાસમુ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા તીર્થરાજ વડતાલ ધામના પવિત્ર ગોમતીજીના તટે નિર્માણાધિન અલૌકિક અક્ષરભુવનનો મનમોહક થ્રીડી વીડિયો એક વર્ષથી વધુની મહેનતે તૈયાર કરાયો છે ત્યારે વિડિયોનો અનાવરણ પ્રસંગ યોજી બાદમાં હરિભક્તોએ નિહાળ્યો હતો.
ત્યારે ગઇકાલે 2 દિવસે પ્રથમ સત્રમા, પ.પૂ. કાષિર્ણી પિઠાધીશ્ર્વર મહામંડલેશ્ર્વર પ.પૂ. ગુરૂશ્રી શરણાનંદજી મહારાજ રમણરેતી વ્રજથી વડતાલ ટેમ્પલ બોર્ડના આમંત્રણને સહજ ભાવે સ્વીકારી મહોત્સવના બીજા જ દિવસે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સંતરામ મંદિરથી નિર્ગુણદાસજી મહારાજ અને કૃષ્ણદાસજી મહારાજ પણ હાજર રહ્યા હતા. તેમને પોતાના વક્તવ્ય દરમિયાન કહ્યુ હતુ કે, વ્યાસાસન દુનીયાનું સૌથી મોટુ અને ઉંચુ આસાન છે, વ્યાસાસન પર વ્યાસજી જ્યારે બિરાજમાન થઇ “શ્રી મદ્ ભાગવત સપ્તાહ” ગંગા તટે કથા કહી રહ્યા હતા ત્યારે તેમના માતા-પીતા ગુરૂ આદી ભગવાન પણ નીચે બેસીને સાંભળતા હતા એટલે એ જોઇ અને સાંભળી આપણે સમજી શકીએ કે વ્યાસાસન સર્વોચ્ચ આસન છે ત્યારે વ્યાસજીને દંડવત પ્રણામ કરતા કહ્યુ હતુ કે રમણરેતી વ્રજથી દ્વિશતાબ્દી મહોત્સવની સફળતાના આશીર્વાદ બાલકૃષ્ણ પાસેથી લઇને પહોંચ્યો છુ. જેમ ગિરીરાજ પરિક્રમામાં લક્ષ્મીનારાયણ દેવનુ મંદિર બિરાજીત છે. તેની બાજુમાં જ એક વૃક્ષ હતુ ત્યાં રોડ-રસ્તાનું કામ ચાલુ કરવામાં આવ્યુ વૃક્ષને કાપવાની વાત આગળ વધી ત્યારે સ્વયં વૃક્ષે પૂજારીને પ્રાર્થના કરી કે મારું આયુષ્ય હવે 1 વર્ષ જ છે.
બાદ હું સ્વયં સુકાઇ જઇશ ત્યારે હું એનો સાક્ષી રહ્યો છુ કે, 1 વર્ષ બાદ એ વૃક્ષ સુકાઇ ગયું ત્યારે ગિરીરીજ પર્વત હોય કે ત્યાંના વૃક્ષ હોય કે ત્યાંની રમણરેતી હોય, અમુક અંશે તો એ ભગવાન કૃષ્ણના સખા, સખી કે કોઇક નાનો મોટો સબંધી વ્યક્તિ જ હોઇ શકે એ જાણવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે એવી જ રિતે વડતાલ મધ્યે સ્વયં સ્વામિનારાયણ ભગવાને દક્ષિણ દેશની મુખ્ય ગાદી સ્થાપી અને અહીં અનેક લિલાઓ કરી છે, અહીં અનેક કાર્તિકી અને ચૈત્રી સમૈયાઓ કરી ભક્તોને હર્ષોલ્લાસ અને આનંદ કરાવ્યા છે, અહીં લુંટારાઓ, રખડુઓને પણ શ્રીજી મહારાજે સત્સંગના માર્ગે ચાલતા કરી દિધા, માળા કરતા કરિ દિધા એનાથી પણ વિશેષ આજે અહીં મહારાજના પેરવેશ, વાળ, નખ, તલવાર, દાતણ આદી અનેક પ્રસાદીની વસ્તુઓ છે એટલે જ રમણરેતી વ્રજની જેમ વડતાલમા શ્રીજી મહારાજની લિલાથી આજે પણ કણ-કણમા, દરેક વૃક્ષ આદી સર્વે જગ્યા ચૈતન્યમય અને અમૃતજય છે. અંતે કહુ તો, રમણરેતી વ્રજ એ બાલકૃષ્ણની ભૂમી અને વડતાલએ હરિકૃષ્ણની ભૂમી, બન્નેની લિલાઓ અને મહિમાનો કોઇ પાર નથી.
આજ રોજ 3 દિવસે 1 સત્રમા, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડતાલ પહોંચ્યા, જેઓ સવારે હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગરથી વડતાલ ખાતે ઉતરાણ કરી સીધા મંદિરે દેવના દર્શન માટે જશે ત્યારબાદ 11 વાગે મુખ્ય સભામંડપમાં મહોત્સવમાં ખાતે ઉપસ્થિત રહ્યા ત્યારબાદ, મહોત્સવમાં તેઓએ ભારત સરકાર દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે બહાર પાડવામાં આવેલ. પાંચ રૂપિયાની ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું અને મહારાજ અને સંતોના આશીર્વાદ મેળવી સંબોધન કર્યું.
ચારે તરફથી હરિભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે, માનવ મહેરામણ ઉમટવા લાગ્યુ છે ત્યારે આવતીકાલની કથામાં પતંજલીના સર્વેસર્વા યોગગુરૂ બાબા રામદેવ પણ સવિશેષ ઉપસ્થિત રહેશે.
સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવતી સેવા પ્રવૃત્તિઓને મુખ્યમંત્રીએ બિરદાવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ દ્વારા વિવિધ સંપ્રદાયના સંતો-મહંતો તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં સહભાગી થયા હતા.
મુખ્ય મંત્રીના હસ્તે આ અવસરે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીના સંસ્મરણ રૂપે બહાર પાડવામાં આવેલ પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ ધર્મસંસ્કાર અને સંસ્કૃતિ જતનના વારસાને પ્રસ્તુત કરતા ભક્તિમય અવસરમાં સહભાગી બનવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ આયોજનથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘વિરાસત ભી, વિકાસ ભી’નો ધ્યેય સાકાર થઈ રહ્યો છે. રાષ્ટ્રહિત પ્રથમ અને સમાજ કલ્યાણની ભાવના સાથે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવતી સેવા પ્રવૃત્તિઓને બિરદાવતા તેમણે હરહંમેશ સ્વચ્છતા જાળવવાની સાથે ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ માટે સંકલ્પબદ્ધ બનવા આહવાન કર્યું હતું.