બપોરે આગ ઓકતુ આકાશ સાંજે પાણી વરસાવવા લાગ્યું: આજે પણ આવો જ માહોલ સર્જાશેઅબતક,રાજકોટ

સૌરાષ્ટ્ર સહિત રાજયના અનેક  વિસ્તારોમાં  ગઈકાલે મોસમના બે મિજાજ જોવા મળ્યા હતા.  બપોરના સમયે આકાશમાંથી અગન વર્ષા થઈ રહી હતી સમી સાંજે વાતાવરણમાં  અચાનક  પલ્ટો આવી ગયોે હતો. અને આકાશમાંથી જળવર્ષા વરસવા લાગી હતી આજે પણ રાજયમાં હિટવેવ અને માવઠા બંનેની આગાહી  આપવામાં આવી છે.

રાજયમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.  ગઈકાલે બપોરે  2.30 કલાકે  રાજકોટ શહેરનું તાપમાન 43 ડિગ્રી  સેલ્સીયસ પહોચી જતા એવું લાગી રહ્યું હતુ કે બુધવારનો દિવસ સૌથી ગરમ રહેશે. પરંતુ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વીજળીના ડરામણા કડાકા ભડાકા  અને  સુસવાટા મારતા પવન વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં  અચાનક પલ્ટો આવી ગયો હતો. આગ ઓકતા આકાશમાંથી અચાનક જળવર્ષા થવા લાગી હતી. વૈશાખ મહિનામાં અલાહક માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરનાં મૂળી પંથકમાં જાણે ચોમાસુ  બેસી ગયું હોય તેમ અનરાધાર બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. રાજયનાં 24 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસી ગયો હતો. આજે પણ રાજયનાં 17 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.જયારે પાંચ જિલ્લાઓમાં હિટવેવની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રભરમાં બૂધવારે   મોસમના બે મિજાજ જોવા મળ્યા હતા. બપોરનાં સમયે કાળઝાળ ગરમી હતી જયારે સાંજના સમયે કમોસમી વરસાદ ખાબકયો હતો. વીજળી પડવાના કારણે  પાંચ વ્યકિતઓનાં મોત નિપજયા હતા. હજી આજે પણ માવઠાનો માર યથાવત રહેશે. આવતીકાલથી વાતાવરણ કિલયર થઈ જાય તેવી  શકયતા છે. કાલથી સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં તાપમાનનો પારો ઉંચકાશે. હવામાન વિભાગ દ્વારા આજે હૈયે ટાઢક આપત સમાચાર આવ્યા છે.  ભારતમાં નૈઋત્યનું ચોમાસુ નિર્ધારિત સમય કરતા ત્રણથી ચાર દિવસ વહેલું  બેસી જશે આગામી 31મી મેના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થઈ જશે.

કમોસમી વરસાદના કારણે ભારે તારાજી સર્જાય છે. જગતતાત અને પશુપાલકોએ પારાવાર નુકશાની સહન કરવું પડયું છે. રાજય સરકાર દ્વારા માવઠાથી થયેલી નુકશાનીનો સર્વે કરાવવાના પણ આદેશ આપવામાં આવ્યો છે. રાજયમાં પ્રિ-મોનસુન એકિટવીટીની અસર જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે.

ભરઉનાળે ચોમાસા જેવો માહોલ  જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં લોકો બબ્બે સિઝનનો અનુભવ કરી રહ્યા છે. બપોરે અંગ દઝાડતી ગરમી પડે છે. જયારે સાંજના સમયે ગાજવીજ અને મિનિ વાવાઝોડા જેવો માહોલ સર્જાય જાય છે. કમોસમી  વરસાદ વરસે છે. માવઠાના કારણે જગતાતની હાલત કફોડી બની જવા પામી છે.

આજી-2 ડેમના હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવું

રાજકોટ જિલ્લાનો આજી-2 ડેમ હાલ તેની સંપૂર્ણ સપાટી 73.76 મીટર એ ભરાઈ ગયેલ છે તથા આગામી દિવસોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી સંદર્ભે કોઈ પણ સમયે ડેમના દરવાજા ખોલવામાં આવી શકે એમ છે, આથી ડેમની હેઠવાસમાં આવેલા ગામોના ખેડૂતોએ તથા અન્ય નાગરિકોએ નદીના પટના વિસ્તારમાં અવરજવર ન કરવા નાયબ કાર્યપાલક ઇજનેર, સિંચાઈ પેટા વિભાગ નં-1, રાજકોટની યાદીમાં જણાવવામાં આવે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.