દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર જન હિત તા૨૬/૬/થી ૨૫/૭ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે સર્વ સેવક સમુદાય ભાવિક દર્શનાર્થીઓના હિતમાં પૂજારી પરિવાર અને ટ્રસ્ટી મંડળનો સરાહનીય નિર્ણય વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ના અમરેલી જિલ્લામાં વધતા જતા સંક્રમણથી ભાવિક દર્શનાર્થીઓ ભોગ ન બને તેની સતત ચિંતા વ્યક્ત કરતા સર્વ પૂજારી પરિવાર અને ટ્રસ્ટી મંડળનો સંયુક્ત નિર્ણય લાંબા લોકડાઉડ બાદ અનલોક ૧માં મંદિર ખોલવાથી મળેલ પછી નામદાર સરકારની ગાઈડ લાઇનથી સોશ્યલ ડિસ્ટન્ટ થર્મલ ગન સેનીટાઇઝ માસ્ક સહિતના પાલનથી દર્શનાર્થીઓ માટે ખુલવા પામેલ પણ અમરેલી જિલ્લા માં સતત વધતા જતા કોરોના ના કેસો થી ચિંતિત પૂજારી પરિવારો અને ટ્રસ્ટી મંડળ દ્વારા ભુરખિયા હનુમાનજી મંદિર આગામી તા૨૫/૭/૨૦૨૦ સુધી બંધ રહેશે તેથી સર્વ ભાવિકો શ્રધ્ધાળુઓને અનુરોધ છે પૂજારી પરિવાર દ્વારા દૈનિક નિયત સમયે દાદાની આરતી માત્ર પૂજારી પરિવાર દ્વારા કરાશે સરકાર દ્વારા કોઈ સૂચના કે મનાઈ નથી પણ વૈશ્વિક મહામારીના વધતા ફેલાવાથી જનહિત માં સ્વંયમ સવિવેક નિર્ણય કરતા ભુરખિયા હનુમાનજી મંદિર પૂજારી પરિવાર અને ટ્રસ્ટીઓ જાહેરમાં લેવાયેલ નિર્ણયમાં સહકારનો અનુરોધ કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.