મંત્રીમંડળમાં જાતિગત સમીકરણને મહત્વ, ત્રણ આદિવાસી, બે સતનામી સમાજના ધારાસભ્યોને મોકો મળ્યો
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની કેબિનેટમાં 10 મંત્રીઓમાંથી મંગળવારે 9 મંત્રીઓએ શપથ લીધા છે. મંત્રીનું એક પદ હાલ હાલ ખાલી રાખવાનો સંકેત આપવામાં આવ્યો છે. રવિન્દ્ર ચૌબે, મોહમ્મદ અકબર, શિવ ડહરિયા, રુદ્દ ગુરુ, ઉમેશ પટેલ, કવાસી લખમા, પ્રેમસાય સિંહ ટેકામ, જયસિંહ અગ્રવાલ અને અનિલા ભેડિયાને મંત્રી બનાવવામાં આવ્યા છે.