ધારાસભ્યોની બેઠકમાં દળના નેતા તરીકે સર્વાનુમતે ભૂપેન્દ્રભાઇના નામ પર મહોર: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદીયુરપ્પા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા સહિતના ભાજપના ટોચના નેતાઓએ પાઠવી શુભકામના
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીત બાદ આજે પ્રથમ વખત ભાજપના 156 ધારાસભ્યોની ‘કમલમ્’ ખાતે બેઠક મળી હતી. જેમાં ધારાસભ્ય દળના નેતા તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલના નામનો પ્રસ્તાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો. સતત બીજીવાર ભૂપેન્દ્રભાઇ ગુજરાતના ગાદીપતિ તરીકે સત્તારૂઢ થશે. આગામી સોમવારે તેઓ બપોરે 2:00 કલાકે મંત્રી મંડળના સભ્યો સાથે પદ અને ગોપનીયતાના શપથ લેશે.
ગુજરાત વિધાન સભાની ચુઁટણીમાં ભાજપને રેકોર્ડ બ્રેડ જીત મળી છે. ગઇકાલે ભુપેન્દ્રભાઇ પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દેતા રાજયપાલ દ્વારા 14મી વિધાનસભાનું વિસર્જન કરી દેવામાં આવ્યું છે. આગામી સોમવારે નવી સરકારની શપથ વિધી યોજવાની છે દરમિયાન આજે સવારે સવારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના અઘ્યક્ષ સી.આર. પાટીલની અઘ્યક્ષામાં અને કેન્દ્રીય નીરીક્ષક સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદીપુરપ્યા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની વિશેષ ઉ5સ્થિતિમાં મળેલી બેઠકમાં ભાજપના 156 ધારાસભ્યોએ ધારાસભ્ય દળના નેતા તરીકે ભુપેન્દ્રભાઇ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
આગામી સોમવારે ભુપેન્દ્રભાઇ બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરશે.ગુજરાતમાં ભાજપના ધારાસભ્યના નેતાની નિયુકિત કરવા માટે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદીયુરપ્પા અને કેન્દ્રીય મંત્રી અર્જુન મુઁડાની નિરીક્ષક તરીકે નિમણુંક કરવામ)ં આવી હતી. આજે સવારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના પ્રતિક પરથી ચુંટાયેલા તમામ 156 ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં કનુભાઈ દેસાઈએ ધારાસભ્ય દળના નેતા તરીકે ભુપેન્દ્રભાઈના નામનો પ્રસ્તાવ મુક્યો હતો જેને તમામ ધારાસભ્યોએ સમર્થન આપ્યું હતું.
સર્વાનુમતે ધારાસભ્ય દળના નેતા તરીકે ભુપેન્દ્રભાઇ પટેલની વરણી કરવામાં આવતાની સાથે જ ભારત માતા કી જય વંદે માતરમ, ભુપેન્દ્રભાઇ તુમ આગે બઠો જેવા નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. ભાજપના ટોચના નેતાઓએ ભુપેન્દ્રભાઇને અભિનંદન પાઠવ્યા હતા.
ભાજપ હાઇ કમાન્ડ દ્વારા સપ્ટેમ્બર-2021માં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિજયભાઇ રૂપાણીના સ્થાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઘાટલોડીયા વિધાનસભા બેઠક પરથી જીતી ધારાસભ્ય તરીકે ચુંટાયેલા ભુપેન્દ્રભાઇ પટેલની નિયુકિત કરવામાં આવી હતી. તેઓએ ગઇકાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું હતું. દરમિયાન આજે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં દળના નેતા તરીકે ફરી એકવાર ભુપેન્દ્રભાઇ પટેલની વરણી કરવામાં આવી છે. આગામી સોમવાર બપોરે ગાંધીનગરમાં સચિવાલય સ્થિત હેલીપેડ બપોરે ર કલાકે નવી સરકારની શપથ વિધી સમારોહ યોજાશે. દરમિયાન ભાજપ દ્વારા નવી સરકાર રચવા, મંત્રી મંડળ બનાવવા માટે ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે.
રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો દાવો કરતું ભાજપ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક 156 બેઠકો મળી છે. જે મળેલી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં દળના નેતા તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રીપદે સતત બીજી વખત ભૂપેન્દ્રભાઇ સત્તારૂઢ થવા જઇ રહ્યાં છે. દરમિયાન આજે ભાજપ દ્વારા પ્રક્રિયા મુજબ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સમક્ષ સરકાર રચવા માટેનો વિધિવત દાવો રજૂ કરવામાં આવ્યો હોય ભાજપ પાસે તોતીંગ લીડ હોવાના કારણે એકપણ મિનિટના વિલંબ વિના રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા માટે વિધિવત રીતે આમંત્રણ આપી દીધું છે. આગામી સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇ શપથ લેશે.
લોકોએ ભરોસો મુક્યો તે તૂટવા નહિ દઇએ : ભુપેન્દ્ર પટેલ
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ,ગુજરાતની જનતાએ ભાજપ ઉપર મહોર લગાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પમાં દેશનને વિકસિત દેશોની હરોળમાં લઈ જવાનો છે. ગુજરાત તેમાં સતત સિંહફાળો આપતું રહેશે. મારા ધારસભ્યો અને સંગઠન સાથે મળીને ગુજરાતમાં બહુ સારી રીતે કામ કરશે. જનતાએ 156 બેઠક પર જીત અપાવી છે ત્યારે સરકાર પાસે અપેક્ષા હોય જ, એટલે ભાજપની સરકારે અત્યાર સુધી કામ કર્યુ છે અને મુશ્કેલીમાંથી બહાર કાઢવા પ્રયત્ન કર્યો છે. ભાજપ સરકાર પર મૂકેલો ભરોસો, મોદી પર મૂકેલો ભરોસો તૂટવા નહી દઈએ. સંકલ્પ પત્ર જાહેર કર્યુ હોય એ પ્રાથમિકતામાં હોય. 370 હોય કે રામમંદિર હોય, પહેલી કેબિનેટમાં સીએએની કમિટી રચી છે એની ભલામણના આધારે નિર્ણય કરાશે.