સ્વામીનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ રાજકોટ મંદીરમાં બીરાજતા લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોનો ૬૭મો વાર્ષિક પાટોત્સવ વડતાલ પીઠાધી પતિ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદદાસજી મહારાજ તેમજ તપોમુર્તિ સદગુરુ સ્વામી હરિચરણદાસજી સ્વામીની ઉ૫સ્થિતિમાં રાજકોટ મુખ્ય મંદિરના મહંત સ્વામી પૂજય સદગુરુ શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. ૪-૧ર ના રોજ મંદીરના ભવ્ય વિશાળ એરક્ધડીશન્ડ સભા ખંડમાં ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે
તા. ર-૧ર ને સોમવારથી તા. ૪-૧૨ ને બુધવાર સુધી ત્રિ-દિનાત્મક શ્રીમદ્દ વચનામૃત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથાના વકતા પદે પીપલાણા મંદીરના પરમ પુજય કોઠારી વૃજજીવનદાસજી સ્વામી તથા પ.પૂ. શાસ્ત્રી નિલકંઠચરણદાસજી બીરાજી ભાવવાહી શૈલીમાં કથામૃતનું રસપાન કરાવશે.
કથાના મુખ્ય યજમાન હરિઇચ્છાબેન (ભાવનાબેન) લક્ષ્મીદાસ રબારા તથા પાટોત્સવના મુખ્ય યજમાન ગં.સ્વ. નિર્મળાબેન શાંતિભાઇ રાઠોડના યજમાન પદે ઉજવાશે.
કાનો સમય બપોરે ૩.૩૦ થી ૬.૩૦ રાત્રે ૮ થી ૧૧ રહેશે. કાર્યક્રમનુ રુપ રેખા તા. ર-૧ર સાંજીના ગીત ૨ થી ૪ પોથીયાત્રા અથે કથા પ્રારંભ બપોરે ૪ કલાકે તા.૩-૧ર મહિલા મંચ બપોરે ર થી ૩.૧૫ સાંખ્યા યોગી બહેનો દ્વારા જળયાત્રા સાજે ૫.૩૦ થી ૬.૩૦ બાલાજી મંદિરેથી મુખ્ય મંદીર તા. ૪-૧ર પાટોત્સવ અભિષેક સવારે ૬.૧૫ થી ૭.૧૫ પાટોત્સવ સભા સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ શાકોત્સવ ભોજન પ્રસાદ બપોરે ૧૧.૩૦ થી ૧૨.૩૦ કોઠારી સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી પાટોત્સવમાં પધારવા સર્વેને અનુરોધ કરે છે.
પાટોત્સવની પૂજા વિધી શાસ્ત્રી કૌશિકભાઇ કરાવશે.
સત્સંગ સેવક મનસુખભાઇ પરમારની એક યાદીમાં જણાવ્યું છે.