ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારબાદથી જ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો ઉમેદવારો નક્કી કરી રહી હતી પરંતુ ક્ષમતાને જનતાને સાચે જ લોક સેવા કરી શકે તેવા ઉમેદવારો ની જરૂર છે ત્યારે હાલ પ્રથમ તબક્કાના ચૂંટણી માટે ઉમેદવારોની ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે કયા ઉમેદવાર પાસે કેટલા પૈસા અને કેટલી સંપત્તિ છે તેનો એક તાગ મળી ગયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉમેદવારી નોંધાવી હતી ત્યારે તેમણે પોતાની સંપતિ પણ જાહેર કરી છે.
મુખ્યમંત્રીએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં તેમણે કરેલી એફિડેવિટ મુજબ તેમની પાસે 8.22 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ હોવાનું દર્શાવ્યું છે. જેમાં જંગમ સંપત્તિ 3.63 કરોડ અને સ્થાવર- 4.59 કરોડ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજ રોજ ભુપેન્દ્ર પટેલ ઉમેદવારી ફોર્મ ભરવા જાય તે ભવ્ય રોડ શો યોજ્યો હતો જેમાં ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા.
આજે સાંજ સુધીમાં અથવા આવતીકાલે સવારે ભાજપ એક ઉમેદવાર માટે છઠ્ઠી યાદી જાહેર કરશે
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી ભાજપ અલગ-અલગ ચાર યાદીઓમાં 178 બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે. દરમિયાન આજે બપોરે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની પાંચમી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં બાકી રહેતી ચાર પૈકી ત્રણ બેઠકો માટે ઉમેદવારનું નામ ઘોષિત કરવામાં આવ્યું છે. વડોદરાની માંજલપુર બેઠક માટે હજુ ઉમેદવાર નક્કી કરવામાં ગડમથલ ચાલી રહી છે. જે નામ આજે સાંજે અથવા આવતીકાલે સવારે જાહેર કરી દેવામાં આવશે.