ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા છે. શપથવિધિમાં પીએમ મોદીએ ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રી બાદ બીજા મંત્રીઓએ પણ શપથ લીધી હતી.
મુખ્યમંત્રી બાદ કેબિનેટ મંત્રી તરીકે કનુભાઈ દેસાઇ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંત સિંહ રાજપૂત, કુબેર ડીંડોર, ભાનુબેન બાબરિયા, કુંવરજી બાવળિયા તથા મૂળુભાઈ બેરાએ મંત્રી તરીકેના શપથ લીધા હતા.
આ શપથવિધિ સમારોહમાં ભારતના અનેક રાજ્યોના સીએમએ હાજરી આપી હતી.
સીએમ યોગી આદિત્યનાથ, એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંત બિસ્વા સરમા સહિતના મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. નવા મંત્રીમંડળનો શપથવિધિ સમારોહમાં એશ્વર્યા મજમુદાર, પાર્થિવ ગોહિલ, અભિનેતા સુનીલ વિશ્રાની સહીત સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.
કોણ છે સીએમ ભુપેન્દ્ર પટેલ ??
ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ રજનીકાંત અને પત્નીનું નામ હેતલ પટેલ છે. ભૂપેન્દ્ર પટેલના પુત્રનું નામ અનુજ પટેલ અને પુત્રવધૂનું નામ દેવાંશી છે. પાટીદાર સમાજમાંથી આવતા ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરિંગ અભ્યાસમાં ડિપ્લોમા મેળવ્યો છે. તેઓ કડવા પાટીદાર આવે છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભુપેન્દ્ર પટેલે ઘાટલોડીયામાંથી ચુંટણી લડ્યા હતા અને બહુમતીથી વિજય મેળવ્યો હતો. ત્યારબાદ તેમની સર્વાનુમતે મુખ્યમંત્રી તરીકે પસંદગી કરાઈ હતી.