લાભાર્થી 6 ગામના લોકોને પીવાના પાણીની સમસ્યા માંથી મુક્તિ મળશે અને પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદર એ રાજ્યની ભાજપ સરકારના ફાળદંગ બેટી ડેમ આધારીત પીવાના પાણી ની ફાળદંગ બેટી જૂથ યોજાના ને મંજૂરી આપવાના ના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે દેશના યશસ્વી પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ ગગનને આંબી રહ્યો છે ત્યારે હંમેશા છેવાડાના માનવી તેમજ ખેતી અને ખેડૂતોની ચિંતા કરનાર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર પાટીલ ના માર્ગદર્શન હેઠળ રાજ્યની ભાજપ સરકારે છેવાડાના માનવી માટે અનેક જનહિતકારી નિર્ણય લીધા છે ત્યારે મચ્છુ જૂથ પાણી પુરવઠા યોજના ના રાજકોટ જિલ્લાના છેવાડાના ગામો ફાડદંગ, ડેરોઈ, હડમતિયા, ગોલીડા, બેડલા તથા રફાળા ગામ માટે નજીકમાં આવેલા ફાડદંગ બેટી ડેમ આધારીત જૂથ પાણી પુરવઠા યોજના ને મંજૂરી આપવા થી ગ્રામવાસીઓને પાણીની અછતની સમસ્યા માંથી ઘણી રાહત મળશે.
આ યોજના અંતર્ગત સિચાઈ સિવાય નું 6 ગામ માટે પીવા નું પાણી અનામત રાખી જરૂરી યાંત્રિક મશીનરી સાથે મંજુર કરવાનો સરકારશ્રી નાં નિર્ણય ને લીધે ગ્રામજનો માં ખુશીની લહેર વ્યાપી ગયી છે અને આ સાથે પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પર્યાપ્ત માત્રામાં પાણી મળી રહેશે, ત્યારે રાજ્યની ભાજપ સરકારના આ જન હિતકારી નિર્ણય થી ગ્રામજનો માં હરખની હેલી વ્યાપી ગઈ છે ત્યારે આ સમગ્ર ગ્રામજનો વતી રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદર એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર પાટીલ, રાજ્યના સિંચાઇ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ. રાજકોટ જીલ્લાના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.