રાજયના 50 હજાર ખેડૂતોને 1પ0 કરોડનો સીધો લાભ થશે
અબતક, રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરની એક અખબારી યાદીમાં જણાવાયુ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના આગામી 25 વર્ષના વિકાસનો સંપૂર્ણ રોડમેપ સ્પષ્ટ છે ત્યારે પીએમ ગતિશક્તિ સર્વ સમાવેશક વિભાગ ઉત્પાદકતા વૃધ્ધિ તરફ ધ્યાન આપવામાં આવ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને મુખ્યંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતને સમૃદ્ધ કરવા સતત પ્રયત્નશીલ છે ત્યારે રાજ્યમાં જે ખેડૂતોએ ખેતી બેંકમાંથી લોન લીધી હતી તેવા આ વર્ષે 50 હજારથી વધુ ગ્રાહકોને મુદ્દલ રકમ અને વ્યાજની રકમ એમ કુલ મળી જે રકમ થતી હતી તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ રજૂઆત કરી હતી તે અંતર્ગત ખેડૂતો તેમની રકમના 25% લોન ભરી 75% માફ થશે, ત્યારે આ સંપૂર્ણ દેવા માફી યોજના મંજુર થવાથી ગુજરાતના 50 હજાર ખેડૂતોને આશરે રૂપિયા 150 કરોડનો સીધો લાભ મળશે.
ત્યારે આ નિર્ણયથી ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી, જગતાત માં હરખની હેલી વ્યાપી ગઈ હતી. ત્યારે અંત માં પ્રદેશ ભાજપ અધયક્ષશ્રી સી.આર. પાટિલને અભિનંદન પાઠવતા ભૂપતભાઈ બોદર એ જણાવેલ કે રાજ્ય સરકાર વિવિધ લોકહિતકારી યોજનાઓ થકી હંમેશા ખેડૂતોના હિતમાં કામ કરતી આવી છે ત્યારે આ નિર્ણય ને આવકાર્યો હતો.