કસ્તુરબાધામ (ત્રંબા)ના નવા ગ્રામ પંચાયત ભવનનું ખાતમૂહૂર્ત કરાયું

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ  સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ દેશમાં અને રાજ્યમાં સુશાસન થકી ગવર્નન્સ ડિલિવરી સિસ્ટમ માં નોંધપાત્ર સુધારો થયો છે છેવાડાના માનવી,  ગરીબ માનવી સુધી સરકારની બધી કલ્યાણકારી યોજનાઓ પહોંચે તે માટે ભાજપ સરકાર કટિબદ્ધ છે અને કરુણા અને કલ્યાણના મંત્ર સાથે કામ કરી રહી છે અને મહાનગરો ની સાથોસાથ નગરો અને ગામો માં માળખાકીય અને આંતરમાળખાકીય સુવિધાઓ થી લોકો સભર બની રહ્યા છે.

ભાજપ સરકારની વિકાસની તત્પરતા, નુતન આયોજનો, અભિગમો અને તેનું નિર્ણાયકતા અને નીડરતા સાથે નું અમલીકરણ, પ્રજાના પ્રશ્નો પ્રત્યે ની સજાગતા અને તેના નિવારણ માટેના સનિષ્ઠ પ્રયાસોથી લોકો સુશાસન નો અનુભવ કરી રહ્યા છે.

ત્યારે રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર ના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લાના તમામ ગામોને સો ટકા સરકારશ્રીની વિવિધ જનહિત કારી અને લોક કલ્યાણલક્ષી યોજનાઓ નો લાભ મળી રહે તે માટે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કસ્તુરબાધામ સીટ હેઠળના તમામ 20 ગામોમાં સરકારની યોજનાકીય માહિતી લોકો સુધી પહોચે તે માટે યોજનાકીય કેમ્પ નો પ્રારંભ કરવામાં આવ્યો છે,  જેમાં આયુષ્યમાન કાર્ડ,  આધાર કાર્ડ, રેઇનવોટર હાર્વેસ્ટીંગ, સુક્ધયા સમૃદ્ધિ યોજના, ઈ- શ્રમ કાર્ડ, બંધપાળા કાર્ડ, આવક ના દાખલા, બુસ્ટર ડોઝ, મોબાઈલ આધાર અપડેટ, હેલ્થ આઈ.ડી.કાર્ડ, કેટલ શેડ જેવી સુવિધાઓ નો લાભ ગ્રામજનો ને ઘરઆંગણે જ મળી રહેવાથી ગ્રામજનો ની સુખ  સુવિધામાં વધારો થશે.

ત્યારે મહિકા, કાળીપાટ, લાપાસરી, ખોખડદળ, કસ્તુરબાધામ (ત્રંબા), વડાળી, લાખાપર, રાજસમઢીયાળા, પાડાસણ, ડેરોઈ સહીતના ગામો ના 1090 લાભાર્થીઓ એ આયુષ્યમાન કાર્ડ,  આધાર કાર્ડ, રેઇનવોટર હાર્વેસ્ટીંગ, સુક્ધયા સમૃદ્ધિ યોજના, ઈ- શ્રમ કાર્ડ, બંધપાળા કાર્ડ, આવક ના દાખલા, બુસ્ટર ડોઝ, મોબાઈલ આધાર અપડેટ, હેલ્થ આઈ.ડી.કાર્ડ, કેટલ શેડ સહીતની સેવાઓ નો લાભ લીધો. તેમજ આ તકે રાજ્ય ની ભાજપ સરકાર દ્વારા ગ્રામ પંચાયત ના નવીનીકરણ કાર્ય ને વેગવંતુ બનાવવામાં આવેલ છે ત્યારે મનરેગા યોજના અતર્ગત મંજુર થયેલ કસ્તુરબાધામ ત્રંબા નાં નવા ગ્રામ પંચાયત ભવનનું ખાત મુહુર્ત રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર ના વરદ હસ્તે શાસ્ત્રોકત વિધિ પૂર્વક કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં મહિકા સરપંચ બાબુભાઈ મોલીયા, સંજયભાઈ મોલીયા, અજયભાઈ મોલીયા, સંદીપભાઈ રામાણી, ભરતભાઈ મોલીયા, સંદીપભાઈ મોલીયા, રમેશભાઈ મોલીયા, ભરતભાઈ ખુંટ, બટુકભાઈ ખુંટ, રસિકભાઈ ખુંટ, પુનાભાઈ જાદવ, કાળીપાટ સરપંચ નરેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, ચોથાભાઇ ડાભી, ભગવાનજીભાઈ ચુડાસમા, ઓધાભાઈ બાવળિયા, ભરતભાઈ મકવાણા લાપાસરી સરપંચ કુલદીપસિંહ ભટ્ટી, હિતેશભાઈ બરડિયા, અલ્પેશસિંહ ચૌહાણ, વિજયસિંહ પરમાર, શિવુભા રાઠોડ, માનવિજયસિંહ ગોહિલ, અજયભાઈ જલુ, જીલુભા ચૌહાણ, અમુભા ડાભી, પ્રતાપસિંહ ભટ્ટી, ખોખડદળ સરપંચ રણજીતભાઈ હુંબલ, વલ્લભભાઈ ખુંટ, સંજયભાઈ ફાસરા, ચીમનભાઈ ફાસરા, ઘનશ્યામભાઈ ખુંટ, આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડીના કર્મચારીઓ, સી.ડી.પી.ઓ., વિસ્તરણ અધિકારીઓ, તલાટી મંત્રીઓ વગેરે એ ખુબ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.