અબતક,રાજકોટ
રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર એ રાજકોટ જીલ્લા ના તમામ ગ્રામજનોને મહાશિવરાત્રી ના પવન પર્વ ની ભક્તિસભર શુભેચ્છાઓ પાઠવતા જણાવેલ કે શિવરાત્રિ ભગવાન એ શિવજી ને સમર્પિત દિવસ છે, જે દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહાશિવરાત્રિનું પર્વ છે.
શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું. આમ તો ઘણી બધી અદ્દભૂત શક્તિઓના સ્વામી ભગવાન શિવ સાથે જોડાયેલા છે. મહાશિવરાત્રિનુ પાવન પર્વ. ત્યારે મહાશિવરાત્રિ કાળની અભિવ્યક્તિ આપનારી એકમાત્ર આવી કાલરાત્રિ છે. જે મનુષ્યોને પાપકર્મ, અન્યાય અને અનાચારથી દૂર રહીને પવિત્ર અને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપે છે.એમ અંત માં રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર એ રાજકોટ જીલ્લા ના તમામ ગ્રામજનોને મહાશિવરાત્રીના પવન પર્વ ની ભક્તિ સભર શુભેચ્છાઓ પાઠવતા જણાવેલ હતું.