રાજ્યનો વિકાસ રથ અવિરત આગળ વધી રહ્યો છે

અબતક-રાજકોટ

જીલ્લા પંચાયત પણ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે ત્યારે રાજકોટ જિલ્લાનાના લાપાસરી ગામ ખાતે જિલ્લા પંચાયત સ્વભંડોળ તથા તાલુકા પંચાયત સ્વભંડોળની ગ્રાન્ટ અંતર્ગત લાપાસરી ગામ માટે મંજૂર થયેલ નવા આંગણવાડી ભવન, સ્મશાનમાં પ્રાર્થના હોલ તથા પેવર બ્લોક, તથા નવા સિમેન્ટ રોડ ના કામોનું ખાતમુહૂર્ત રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ  ભુપતભાઈ બોદરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનનીય વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ”આઝાદી કા અમૃત મહોત્સવ” ની  ઉજવણીના ભાગરૂપે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત લાપસરી  ગામે દેશની આન,બાન,શાન અને ગૌરવ એવા રાષ્ટ્રધ્વજના સન્માનમાં ઉત્કૃષ્ટ રાષ્ટ્રભાવના સાથે ખૂબજ મોટી તિરંગા યાત્રા યોજાઈ

આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બાબુભાઈ નસીત, તા.પં.પ્ર. પ્રતિનિધિ શ્રી પ્રકાશભાઈ કાકડીયા, તા.પં.સદસ્ય ભરતભાઈ મકવાણા, શૈલેષભાઈ ગઢીયા કેયુરભાઈ ઢોલરીયા, સરપંચ શ્રીકુલદીપસિંહ ભટ્ટી, શ્રીલાભુભાઈ જળુ, લાખાપર સરપંચ કેતનભાઇ કાનાણી, કાળીપાટ સરપંચ નરેન્દ્ર સિંહ જાડેજા, સંદીપભાઈ રામાણી, વિશાલ અજાણી, યુવરાજ સિંહ  જાડેજા, રવુભા એમ પરમાર,છનુભા વી રાઠોડ,,ભાણજીભી એ ગોહીલ,જીલુભા એસ ચૌહાણ,દિલીપસિંહ પી ભટ્ટી,હરદેવસિંહ એસ રાઠોડ,જસવંતસિહ ટી હડીયલ,જયરાજસિંહ બી ડાભી રણજીતસિંહ એમ ગોહિલ, પ્રતાપસિંહ આર ભટ્ટી,વીજયસિંહ જે પરમાર,અનુભા જે ડાભી,હીતોશભાઈ એલ બરાળીયા,ચંદ્રસિંહ બી ભટ્ટી,છવુભા એસ ચૌહાણ,રેસમાબેન ડી ગોહિલ,નીતાબેન વી ભટ્ટીતથા ગ્રામ જનોતથા મોટ સંખ્યામાં અન્ય આગેવાનો ,ગ્રામજનો અને કસ્તુરબા ધામ સીટના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.