ડેરોઈ પ્રાથમિક શાળા ખાતે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરાયું
અબતક,રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશે સર્વાંગી વિકાસ હાથ ધર્યો છે ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ રાજય વિકાસની કેડી અવિતર કંડારી રહ્યું છે અને ગુજરાતમાં નગરો, મહાનગરોની સાથોસાથ ગામડાઓમાં પણ રોડ,રસ્તા, પાણી, વીજળી જેવી પાયાની જરૂરિયાતોની સરળ કનેકટીવીટી જેવી સવલતો સહજ બની છે અને રાજયમાં ઉતરોઉતર વિકાસની ભાવિ રૂપરેખાનું સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરના દ્વારા રાજકોટ જિલ્લાના લાખાપર અને અનિયારા ગામ ખાતે ગ્રામજનોની સુવિધા માટે બસ સ્ટેન્ડનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. તેમજ ડેરોઈ પ્રાથમિક શાળા ખાતે પેવર બ્લોકનું ખાતમુર્હુત કરવામાં આવેલ હતું. આ તકે ભૂપતભાઈ બોદ2એ જણાવેલ કે લાખાપર અને અનિયારા ગામ ખાતે બસ સ્ટેન્ડની સુવિધાથી આસપાસના ગ્રામજનોને તેમજ ગામડાથી શહેરમા અપડાઉન કરતા વિદ્યાર્થીઓને પરિવહન માટે સુગમતા રહેશે. આજુબાજુ ના 10 થી 15 ગામ ના લોકો ની અવરજવર મા આ બસ સ્ટોપ ખૂબ ઉપયોગી સાબિત થશે .ત્યારે રાજકોટ જિલ્લાના ગામોમાં રસ્તાઓનુ આધુનિકીકરણ, વીજ પ્રશ્નો, પાણી પ્રશ્નો, પ્રાથમિક સુવિધાને લગતા પ્રશ્નો વગેરે તરફ લક્ષ કેન્દ્રીત કરાતા સમસ્યાઓ આજે વિકાસમાં રૂપાંતરીત થઈ રહી છે.
આ પ્રસંગે લાખાપર સરપંચ કેતનભાઈ કાનાણી,હંસાબેન દીપકભાઈ ધાડવી,દેવાયતભાઈ હુંબલ,કાનજીભાઈ કુમરખાણીયા,રમેશભાઈ ધાડવી,શંભુભાઈ કાનાણી,જગદીશભાઈ ધાડવી,વિઠલભાઈ ધાડવી,મગનભાઈ ભુસડીયા,વલ્લભભાઈ મકવાણા,અણીયારા સરપંચ સુરેશભાઈ જાદવ,વિશાલભાઈ અજાણી,મયુરભાઈ અજાણી,અશ્વિનભાઈ સિંધવ,નારણભાઈ ખેર,મનસુખભાઈ વઘાસીયા,ઘોઘાભાઇ મકવાણા,સંદીપભાઈ રામાણી,રસિકભાઈ ખુંટ,નીલેશભાઈ ખુંટ,છગનભાઈ સખીયા,ડેરોઈ સરપંચ ચમનભાઈ સોજીત્રા,કિશોરભાઈ આટકોટીયા,ભીમજીભાઈ કાકડિયા,માધવભાઈ પાનસુરીયા,લખધીરભાઈ હેરભા તથા મોટી સંખ્યા માં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.