કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવો કુવાડવા ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશન દ્વારા એેરિયાના લોકો માટે મેગા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 300થી વધુ લોકોને રસીકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પ્રમુખ ભગવાનજીભાઇ વાડોદરિયા, ખજાનચી સંજયભાઇ રંગાણી તથા કમિટિ સભ્યો, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પ્રકાશભાઇ કાકડિયા, જિલ્લા પંચાયત સદસ્ય પ્રવિણાબેન સંજયભાઇ રંગાણી, કુવાડવા સરપંચ સંજયભાઇ પીપળીયા, ગઢકા સરપંચ કેયુરભાઇ ઢોલરીયા, ચનાભાઇ રામાણી, ભીમભાઇ સોઢા, પ્રકાશભાઇ કાકડિયા, સી ટી પટેલ વગેરે આગેવાનો હાજર રહેલ હતા.અને લોકોને વધુને વધુ રસીકરણ કરવા માટે પ્રોત્સાહિત કરેલ હતાં.
કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન આયોજીત રસીકરણ કેમ્પમાં હાજરી આપતા જિલ્લા પંચાયત પ્રમુખ
કસ્તુરબાધામ ત્રંબા ખાતે નલ સે જલ યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇનનું તેમજ ‘વરુવાળુ’ ડેમના રીપેરીંગ કામનું ખાતમુહૂર્ત કરાયુ
તેમજ ગઢડા ગામમાં વર્ષોથી “વરુવાળુ” ડેમનો બંધ (ઓગન) ટુટી ગયેલ હતો તે ડેમ રીપેરીંગનું કામ (નવો બંધ બનાવવાનું) ચાલુ કરવામાં આવ્યું હતું જેનું ખાતમુર્હત જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરના હસ્તે કરવામાં આવ્યું હતું આ રીપેરીંગથી આજુબાજુના અનેક ગામોના પાણીના પ્રશ્નનો અંત આવશે અને તળ ઉંચા આવતા ખેતીમાં ફાયદો થશે. આ પ્રસંગે ગઢકા સરપંચ કેયુરભાઇ ઢોલરીયા, તલાટી મંત્રી લીનાબેન, સભ્ય કીરીટભાઇ ગઢીયા, ચતુરભાઇ કલોલા, કૌશીકભાઇ વગેરે આગેવાનો હાજર રહેલ.આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ગઢકા ગામ ખાતે સજીવ/પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ચતુરભાઇ લાલજીભાઇ કલોલાના ફાર્મની જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરે મુલાકાત લીધી હતી.
ચતુરભાાઇ 2007થી પ્રાકૃતિક (ઓર્ગેનીક) ખેતી કરે છે. તેઓ જળ સંચયથી કૃષિ ક્રાંતિ લાવી પંચતરીય મોડલને અપનાવીને વિવિધ બાગાયતી પાકો કુદરતી ખાતરની સાથે વાવીને બારેમાસ પાક મેળવે છે. તેઓના કહેવા પ્રમાણે જે “ખેતરમાં ડ્રિપ ઇરીગેશન, ખાતરનો સમજણપૂર્વકનો ઉપયોગ, ખેત તલાવડી અને ખેતીમાં રોજ પાંચ કલાકની હાજરી આપો એટલે પાક ક્યારેય નિષ્ફળ જશે નહિં અને ખેત પેદાશ કાચા સોનાની જેમ ઉગી નીકળશે.” ગયા વર્ષે તેમને માત્ર જામફળના વેચાણથી રૂપિયા બે લાખની કમાણી કરી હતી. તેઓએ હાલમાં ઓર્ગેનિક જામફળ, લીબું, કેળા, હળદર, આંબા, હળદર, કાળી શેરડીનું વાવેતર કરેલ છે.
ચતુરભાઇને ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ અનેક સન્માનો મળ્યા છે જેમાં 2020 રાજ્યપાલ દેવવ્રતના હસ્તે “માસ્ટર ટ્રેનર પ્રાકૃતિક ખેતી એવોર્ડ” 2014માં કૃષિમંત્રી ગોવિંદભાઇ કાકડિયાના હસ્તે “આત્મા એવોર્ડ” 2013માં ઇન્દોર યુનિવર્સિટી મધ્યપ્રદેશ તરફથી “કેન્દ્રીય ખેતી એવોર્ડ” વગેરે મળેલ છે અને લોકોને સજીવ ખેતી કરવા ભલામણ કરેલ છે.
તેમજ તાજેતરમાં કસ્તુરબા ધામ ત્રંબા ખાતે નલ સે જલ યોજના અંતર્ગત પાણીની પાઇપ લાઇનનું ખાતમૂર્હત રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તેમજ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરના હસ્તે કરવામાં આવ્યું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સન 2022 સુધીમાં તમામ ગામોને આ યોજના અંતર્ગત આવરી લેવા માંગે છે જે માટે સરકારે રૂપિયા 4000 કરોડનું બજેટ કરેલ છે. આ પ્રસંગે સરપંચ નીતીનભાઇ, સરપંચ કેયુર ઢોલરીયા, મનુભાઇ, કલ્પેશભાઇ, ધવલભાઇ, જી એન જાદવ, સી પી સખીયા વગેરે આગેવાનો હાજર રહેલ હતાં.