આપણે આજ સુધી સાંભળ્યુ અને જોયું પણ હશે કે કોઈ પણ ધાર્મિક વસ્તુ જેવી કે યજ્ઞ, પુજા પાઠ, ભજન કીર્તન જેવી વસ્તુઓ માત્ર ધાર્મિક સ્થળ પર જ થઈ છે. પરંતુ શું તમે ક્યારેય કોઈ ધાર્મિક વસ્તુ અંતિમધામ એટલે કે સ્મશાનમાં કરતાં જોયું છે??
અરવલ્લી જિલ્લાના મોડાસા ગામમાં પ્રથમ વખત સુંદરકાંડ પાઠનું આયોજન સ્મશાનમાં કરવામાં આવ્યું. દેવદિવાળીના પવિત્ર અવસરે ગામનાં લોકો દ્વારા સ્મશાનમાં સુંદરકાંડ પાઠનું આયોજન કર્યું હતું. મારુતિ હનુમાનજી મંદિર દ્વારા સ્મશાનમાં સુંદર કાંડ પાઠનું આયોજન કરી સીતારામ સુંદરકાંડ પરિવાર કાંકણપુર દ્વારા સંગીતમય સૂરમાં શ્રી રામચરિત માનસ પંચમ સોપાન સુંદરકાંડ પાઠનું રટણ કરતા ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.સ્મશાનને દીવાથી પ્રકાશિત કરી પ્રથમવાર સુંદર કાંડ પાઠનું આયોજન થતાં લોકોએ આ કાર્યને બિરદાવ્યું હતું.