ડી.એમ. ગ્રુપ અને ધૃવિલ ડેવલોપરના શોરૂમ, ઓફિસ પ્રોજેક્ટનું રોકાણ ખરા અર્થમાં બની રહેશે “પારસમણી”
સૌરાષ્ટ્રના પાટનગર અને વેપાર ઉદ્યોગ માં દિનદોગુની રાત ચો ગુની પ્રગતિ થઈ રહી છે, ત્યારે શહેરના હાર્દસમા પેલેસ રોડ પર સૌપ્રથમવાર સંપૂર્ણ મંજૂરી સાથે સાતમાળના “પ્રીમિયમ પ્રોજેક્ટ” નું આજે ભૂમિ પૂજન સાથે મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ડીએમ ગ્રુપ અને ધૃવિલ ડેવલોપર ના સંયુક્તસાહસરૂપી પારસમણિ ખરા અર્થમાં પ્રીમિયમ શોરૂમ ઓફિસ માટેનું ભવ્ય સંકુલ વપરાશકારો અને રોકાણકારો માટે “પારસમણી” બની રહેશે.પારસમણિ પ્રોજેક્ટ રાજકોટમાં લાખેણો પ્રોજેક્ટ બની રહેશે ડોક્ટર જયેન્દ્રભાઈ રાણપરા(ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ સોની સમાજ) વી એમ પટેલ (પદ્માવત જ્વેલર્સ), સુરેશભાઈ રૈયાણી, જયંતભાઈ સેજપાલ (જય સીયારામ પેંડા) પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, છગનભાઈ પટેલ (સ્વાગત ફાઇનાન્સ) ભાવેશભાઈ પટેલ (પટેલ ટિમ્બર ગ્રુપ) ભાવિનભાઈ ઠક્કર (મલ્ટી આઇકોન) ની શુભેચ્છા સાથે આકાર લઈ રહેલા પારસમણિ પ્રોજેક્ટ પેલેસરોડ જેવા વિકસીત વિસ્તારમાં સૌપ્રથમ સંપૂર્ણ મંજૂરી સાથે નો સાતમાળનો પ્રથમ પ્રોજેક્ટ બની રહ્યો છે.
250થી 400 ફૂટના શોરૂમ અને 250થી 1500 સ્ક્વેર ફૂટ સુધી ની ઓફિસ નો આ પ્રોજેક્ટ રાજકોટ વાસીઓ માટે વિનોદભાઈ પારેખ, પિયુષ ભાઈ પારેખ, ચેતનભાઇ પારેખ મનીષભાઈ પાટડીયા અને સંદીપભાઈ ખાખરાના ઉચ્ચ ગુણવત્તા અને ભવ્યતાના સમન્વય સાથેનો ભવ્ય અને રોકાણ લાયક પ્રોજેક્ટ બની રહેશે આજે 26 સપ્ટેમ્બર સોમવારે નવરાત્રીના પાવન અવસરના પ્રારંભે ભૂમિ પૂજન સાથે શરૂ થયેલું આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં જ તૈયાર થઈ જશે પેલેસ રોડ રાજમંદિરકોલ્ડ્રિંકસ ની બાજુમાં પ્રોજેક્ટસાઈટ ની મુલાકાત અને રોકાણ માટે મનીષભાઈ પાટડીયા 98242 23169. સંદીપભાઈ ખાખરા 97250 20102 દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
પારસમણી પેલેસ રોડ પરનો સાત માળનો પ્રથમ પ્રીમિયમ પ્રોજેક્ટ: મનીષભાઈ પાટડીયા
પારસમણી કોમર્શિયલ કોમ્પ્લેક્સના મનીષભાઈ પાટડીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,પેલેસ રોડ ખાતે અમારા નવા સોપાન પારસમણી 1નું ભૂમિ પૂજન કરી શરૂ કરી છે.પેલેસ રોડ પરની સાત માળની પ્રથમ મંજૂરી સાથેનો પ્રીમિયમ પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટ ની વાત કરતા જણાવું તો બેઝમેન્ટ પાર્કિંગ, ફર્સ્ટ ફ્લોર 4 શોરૂમ તેમજ સીસીટીવી કેમેરા થી આખું કોમર્શિયલ પ્રોજેકટ સજ્જ છે.ઉપર ઓફિસો બનાવવામાં આવશે.250 સ્કવેર ફૂટથી લઈ 1500 સ્કેવરફુટ સુધીનો કાર્પેટ પારસમણિ 1ના પ્રીમિયમ પ્રોજેક્ટમાં મળશે.