- રામભક્તોના ઘેર-ઘેર રંગોળી-તોરણ બંધાયા, જલયાત્રામાં 151 બાળકો શ્રીરામ, શ્રીહનુમાનના ધારણ કરશે વેષાવતાર
- રામધામ ટ્રસ્ટના સભ્યોએ ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી
વાંકાનેર-ચોટીલા બાઉન્ટ્રી નજીક સમસ્ત રઘુવંશી સમાજના એકતાના પ્રતિક સમુ શ્રી રામધામ (જાલીડા) ખાતે આગામી તા.16 થી 19 ચાર દિવસીય 108 કુંડી શ્રીરામ મહાયજ્ઞ, ભવ્યતાથી ભવ્ય જલયાત્રા, સમગ્ર સૌરાષ્ટ્રના ભુદેવો માટે બ્રહ્મ ચોયાર્સી તેમજ શ્રીરામધામ તિર્થધામનું ભુમિ પુજન સહિતના કાર્યક્રમોના ભાગરૂપે શ્રીરામધામના સ્વપ્ન દ્રષ્ટા અને એકમાત્ર રઘુવંશી ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની સીધી દેખરેખ હેઠળ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરાયો છે.
જલયાત્રામાં રઘુવંશી સમાજના દરેક ભાઈઓ અને બહેનોને જોડાવા પરેશભાઈ વિઠલાણીએ અપીલ કરી છે. ખાસ તો આ કાર્યક્રમની વધુ વિગત આપવા જતીનભાઈ દક્ષીણી, ધવલભાઈ પાબારી, આનંદભાઈ જોબનપુત્રા, વિપુલભાઈ કારીયા, મયંકભાઈ પામ, પ્રતાપભાઈ કોટક અને મેહુલભાઈ નથવાણી તેમજ મયુરભાઈ ઉનડકટે અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી.
જ્યારે સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છના તમામ રઘુવંશી પરિવારો તથા દરેક ગામના લોહાણા મહાજનો વાંકાનેરના આંગણે પધારતા હોય ત્યારે તેમને સત્કારવા તથા તેમને રહેવા, ભોજન સહિતની તમામ સુવિધા પુરી પાડવા સહિતની વિવિધ કમીટી બનાવી આ ઉપરાંત શ્રીરામધામ ખાતે ચાર દિવસ તન-મન-ધનથી કામ કરી શકે તેવા સ્વયંમ સેવકોને અલગ-અલગ કામગીરી સોંપવા સહિતની તૈયારીઓ શ્રીરામધામના અગ્રણીઓ વિનુભાઇ કટારીયા, ગિરીશભાઇ કાનાબાર, ભાવનાબેન મીરાણી તથા રઘુવંશી અગ્રણી આગેવાનો દ્વારા અત્રે વાંકાનેર શ્રીરામ કોમ્પ્લેક્સમાં આવેલ શ્રીરામધામ કાર્યાલય ખાતે દરરોજ રાત્રે મીટીંગો યોજવામાં આવી રહી છે.
આવતીકાલે તા.16ને શુક્રવારના રોજ બપોર ત્રણ કલાકે અત્રેની દિવાનપરા સ્થિત લોહાણા મહાજન વાડી ખાતેથી સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત અને કચ્છના લોહાણા મહાજન તથા સમસ્ત રઘુવંશી પરિવારો માટે પહેલા મહાપ્રસાદ બાદ ભવ્ય જલયાત્રાનો પ્રારંભ થશે. આ ઉપરાંત ગામે ગામથી જલયાત્રામાં પધારતા રઘુવંશી પરિવારોને સત્કારવા શ્રીરામધામના ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ તથા વાંકાનેર લોહાણા મહાજન, લોહાણા યુવક મંડળ, રઘુવંશી સોશ્યલ ગ્રુપમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
કાર્યક્રમની વિગત
- તા.16 જલયાત્રા
- તા.17 સવારે યજ્ઞ પ્રારંભ
- તા.18 સૌ ભુદેવ બ્રહ્મ ચોર્યાસી
- તા.19 સવારે યજ્ઞ અને 39 કલાકે ભૂમીપૂજન
200 થી 250 ગાડી રાજકોટથી રેસકોર્ષ ફનવર્લ્ડ ખાતે સવારે 10 વાગે ઝાલીડા જવા નીકળશે.
અપીલ:રાજકોટના સમગ્ર રઘુવંશી સમાજને ઝાલીડા રામધામ કાર્યક્રમમાં જોડાવા
રઘુવંશી ધારાસભ્ય જીતુભાઈ સવાણી સંતોના હાથે બાધા છોડી પારણા કરશે.