રાજકોટના એરપોર્ટના વિસ્તરણની જરૂરીયાતને ધ્યાને લઈ સરકાર દ્વારા શરૂ  કરાઈ ઝડપી કામગીરી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી રાજય મંત્રી મંડળની બેઠકમાં રાજકોટમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ વિકસાવવા માટે એરપોર્ટ ઓોરીટી ઓફ ઈન્ડિયાને જમીન ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજય મંત્રી મંડળના આ નિર્ણય અનુસાર સૌરાષ્ટ્રના સંતુલીત, સર્વ સમાવેશક અને ર્આકિ વિકાસ તેમજ પ્રાદેશિક જોડાણને સક્ષમ બનાવવા મહત્વપૂર્ણ એવા રાજકોટમાં આ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ વિકસાવવામાં આવશે. આ એરપોર્ટનું આગામી ૨૨મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન વાનું છે.

રાજય સરકાર વૈશ્ર્વિક માપદંડ ધરાવતા આ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ માટે રાજકોટ નજીકના હિરાસર તેમજ ચોટીલા તાલુકાના ડોસલી ધુમા, ગારીડા અને લોમાકોટાડી એમ ત્રણ ગામોની ૧૦૨૫.૫૪ હેકટર જમીન એરપોર્ટ ઓોરીટી ઓફ ઈન્ડિયાને બીલ્ડ, ઓપરેટ અને મેઈન્ટેઈનના ધોરણે એરપોર્ટ બનાવવા અને કાર્યાન્વિત કરવા ફાળવાશે.વૈશ્ર્વિકસ્તરનું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ રાજકોટમાં બનતા દેશ વિદેશ સો હવાઈ માર્ગે જોડાશે.

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા સરકાર દ્વારા એક પછી એક મહત્વની જાહેરાતો કરવામાં આવી રહી છે અને લોકાર્પણ તેમજ ભૂમિપૂજનના કાર્યો ઈ રહ્યાં છે.આ કામગીરીને ભાગ‚પે એરપોર્ટના વિસ્તરણની જ‚રીયાતને ધ્યાનમાં લઈને ભાજપ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ બાબતે બને તેટલી ઝડપી કામગીરી પણ શ‚ ાય તેવું લક્ષ્યાંક રાજય સરકાર દ્વારા રાખવામાં આવ્યું છે.

આ માટે જ એરપોર્ટ ઓોરીટી ઓફ ઈન્ડિયાને ફાળવવાની જમીનનો નિર્ણય મંત્રી મંડળની બેઠકમાં કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ આ પ્રોજેકટ બાબતે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને તમામ કામગીરીનો અહેવાલ મેળવીને સુચનો પણ આપવામાં આવે છે. આ માટે ભૂમિ પૂજન પણ મોદીના હસ્તે વાનું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.