‘અબતક’ની મુલાકાતમાં લાયન્સ ક્લબ આવકાર જુનિયરના હેલ્ધી બેબી સ્પર્ધાના આયોજકોએ આપી સરસ વિગતો
તંદુરસ્ત અને સ્વસ્થ બાળક દેશનું ભવિષ્ય ગણવામાં આવે છે લાયન્સ ક્લબ રાજકોટ આવકાર અને 360 જુનિયર પ્ પ્રી સ્કુલના સંયુક્ત ઉપક્રમે રવિવારે 19 માર્ચના રોજ હેલ્ધી બેબી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે અબ તકની મુલાકાતમાં હેલ્ધી બેબી સ્પર્ધા અંગે નિ વિગતો આપતા તેમની જેમીની બેન પંચાસરા, નિરવભાઈ ગેરીયા, સબીરભાઈ લોખંડવાલા, ડોલરભાઈ કોઠારી, સમીરભાઈ ખીરા ,મુકેશભાઈ પંચાસરા અને હસમુખભાઈ રીબડીયાએ કાર્યક્રમ ની વિગતો આપતા જણાવ્યું હતું કે રંગીલા અને સંસ્કૃતિ પ્રિય રાજકોટમાં સામાજિક સ્વસ્થતા અને ખાસ કરીને બાળ આરોગ્ય ની જાળવણી માટે સામાજિક જાગૃતિ આવે તે માટે લાયન્સ ક્લબ રાજકોટ આવકાર અને 360 જુનિયર પ્રી સ્કૂલ દ્વારા પોતાનું પ્રથમ આયોજન એવા હેલ્ધી બેબી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે
19 માર્ચ ર0ર3 રવિવારે સાંજે ચાર વાગે એક થી આઠ વર્ષના બાળકો માટે 360 જુનિયર પ્રી સ્કૂલ 9 જીવરાજપાર્ક સ્કૂલ સામે અંબિકા ટાઉનશીપ ખાતે આ સ્પર્ધા યોજાશે રાજકોટના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા બાલ આરોગ્યની તપાસ કરવામાં આવશે. આ ઇવેન્ટમાં ચમકદાર આંખો. આરોગ્યપ્રદ વાળ મનમોહક હાસ્ય. અદભુત શિસ્ત અને વિવેક ક્યુટનેસ અને મગજ શક્તિને લગતી સ્પર્ધાઓ મા બાળકોના આરોગ્યની તપાસ માટે ડોક્ટર સંજયભાઈ દેસાઈ ડોક્ટર પ્રતીક્ષાબેન દેસાઈ, બાળ રોગ નિષ્ણાત ડોક્ટર ધર્મેશભાઈ ઓઝા ડોક્ટર જયદીપભાઇ કણસાગરા, ન્યુરો સાઈક્રેટિસ્ટ ડોક્ટર મિલનભાઈ રોકડ, ચર્મ રોગ નિષ્ણાત ડોક્ટર પ્રતિકભાઇ સિદ્ધપુરા ,ડેન્ટિસ્ટ ડોક્ટર સુષ્ટીબેન પટેલ, સેવા આપશે સ્પર્ધામાં ભાગ લેનાર દરેકને પ્રોત્સાહન રૂપે શિહોર ગિફ્ટ અને વિવિધ ઉંમરના ગ્રુપમાં હેલ્ધી બેબી વિજેતા થનાર બાળકોને ઇનામોથી નવાજવામાં આવશે
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 360 જુનિયર પ્લીઝ સ્કુલના ચિરાગભાઈ સાકરીયા પ્રતીક્ષાબેન રાબડીયા જે મીનીબેન પંચાસરા વલ્લભભાઈ બુધદેવ બંસી ભાઈ રાડીયા લાયન્સ ક્લબ રાજકોટ આવકારના પ્રમુખ ધીરુભાઈ ગેરીયા સબીરભાઈ લોખંડવાલા સંજયભાઈ જોશી પૂર્વ ગવર્નર હિતેશભાઈ કોઠારી ભાવનાબેન કોઠારી ડોલરભાઈ કોઠારી બીપીનભાઈ મહેતા હર્ષદભાઈ ઓઝા મધુભાઈ રાજ શૈલેષભાઈ શાહ તેમજ ઉઠાવી રહ્યા છે વહેલા તે પહેલા ના ધોરણે રજીસ્ટ્રેશન માટે 95 1ર0 66 360 પર સંપર્ક કરી રજી રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા રાજકોટની જનતાને અનુરોધ કરવામાં આવ્યું છે.