બરફ ગંદા પાણીમાંથી બનાવવામાં આવતો હોવાથી ખાનારાઓ કમળો હિપેટાઇસીસ એ ફીવર ફ્લુંં જેવા રોગોનો બને છે ભોગ
ફૂડ કલર સેકરીન પ્રિઝરવેટીવ ઉમેરવાની ચોક્કસ મર્યાદાનો ઉલ્લંઘન કરવામાં આવે તો શરદી, ગળું પકડાવું જેવી સમસ્યા લે છે પેસારો
ગરમીનો પારો 40 સુધી પહોંચી ચૂક્યો છે, ઘરની બહાર નીકળતા પહેલા વિચાર કરવાની સ્થિતિ સર્જાય છે ત્યારે હવે લોકો ગરમીથી બચવા અને ઠંડક કરવા માટે આઈસ્ક્રિમ, કુલ્ફી કે બરફ ગોલાનો આશરો લઈ રહ્યા છે.
શહેરામાં બપોરના રાતના સમયે બરફગોળાની લારીઓ અને ભારે ભીડ જોવા મળી રહી છે બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ બરફગોલા ખાનારાઓની સંખ્યા વધી છે, આ સાથે જ આઈસ્ક્રિમના વેંચાણમાં વૃદ્ધી નોંધાઈ છે.
ઉનાળામાં એપ્રિલ અને મે આમ બે મહિના સખ્ત ગરમી પડતી હોય છે ત્યારે આ મહિનાઓમાં ગોલા નું વેંચાણ વધી શકે છે,ત્યારે ગરમીની શરુઆત થતા જ લોકો આઈસક્રીમ અને ગોળા ખાવા લાગ્યા છે.ગોળનું વેચાણમાં છેલ્લા 15 દિવસમાં ત્રણ ગણો વધારો થયો હોવાની માહિતી મળી રહી છે.જે છેલ્લા બે વર્ષના વેચાણથી ખૂબ મોટો આંકડો છે.
ઉનાળાની શરૂઆત થતા જ લોકો રંગબેરંગી, વિવિધ ટેસ્ટના આઈસ ગોલા ખાવા માટે દોડી જતા હોય છે. અલગ અલગ ફ્લેવર ધરાવતા આ આઈસ ગોલા નાનાથી લઈ મોટા દરેકને પસંદ પડતા હોય છે. ઉનાળાના સમયમાં ખાસ કરીને શાળાઓની બહાર આવી આઈસ ગોલાની લારીઓ જોવા મળતી હોય છે. જો તમે પણ આઈસ ગોલા ખાવાના શોખીન હોવ તો તમારે ચેતી જવું જોઈએ. એક્સપર્ટનુ માનવું છે કે, સ્વાદમાં ખૂબ જ સારા લાગતા આઈસ ગોલા સ્વાસ્થ માટે ખૂબ જ નુક્શાનકારક હોય છે.
બરફના ગોલા માટે ઉપયોગમાં લેવાતા બરફ, કલર અને ખાંડને ખૂબ જ ખરાબ ગુણવત્તાના ગણાવ્યા છે. તેમના મત મજબ આ વસ્તુઓ સ્વાસ્થ માટે ગંભીર રીતે હાનિકારક બની શકે છે. આ સિવાય તડકામાં ઉભા રહીને અથવા ચાલતા ચાલતા ગોલા ખાવા પણ સ્વાસ્થ માટે બિલકુલ સારું નથી. આવું કરવાથી શરીરના તાપમાનમાં અચાનક ફેરફાર થાય છે. આ ગોલાના રંગ બનાવવા માટે વપરાતા ફ્લેવર, કલર અને ખાંડની ગુણવત્તા ની ચકાસણી કરવી જોઈએ
આઈસ ગોલા માટે ઉપયોગમાં લેવાતા બરફને ગંદા પાણીમાંથી બનાવવામાં આવે છે. જે કમળો, હેપેટાઇટિસ અ, ફીવર, ફ્લૂ અને અન્ય ઘણી સ્વાસ્થ સમસ્યાઓનુ કારણ બની શકે છે. ઉનાળામાં દર વર્ષે સરેરાશ 100 જેટલા બાળકો બીમાર પડે છે અને તેની પાછળનુ મુખ્ય કારણ આઈસ ગોલા હોય છે.
આઈસ ગોલા સાથે ઘણા સ્વાસ્થ જોખમો સંકળાયેલા છે છેલ્લા કોઈપણ ખાદ્ય ચીજવસ્તુમાં ફૂડ કલર, સેકરીન અને પ્રિઝર્વેટિવ્સ ઉમેરવાની ચોક્કસ મર્યાદા અગાઉથી નક્કી છે અને તેનું ઉલ્લંઘન કરનાર વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં જોઈએ રસ્તાની બાજુમાં ઠેર ઠેર મળતા આ આઈસ ગોલાની પાણી, કલર અને ગુણત્તા જોઈને ગોલા ખાવા જોઈએ.