ભુજના ગણેશનગરમાં રહેતી ૪૮ વર્ષિય ત્યક્તા મહિલાને લગ્ન કે મૈત્રીકરાર કરી આપવાની લાલચ આપી માનકૂવાના આધેડ વેપારીએ છેલ્લાં પંદર વર્ષ દરમિયાન શરીર સંબંધો રાખી ઉપભોગ કર્યો હોવાની ફરિયાદ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. ૪૮ વર્ષિય મહિલાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પતિ ત્યજી ગયો હોઈ તેણે એકલેહાથે મજૂરીકામ કરી સંતાનોને ઉછેર્યાં છે. દોઢ દાયકા અગાઉ તે મિરજાપર હાઈવે પર ભગવતી હોટેલ પાછળ આવેલી ઘનશ્યામ ઈલેક્ટ્રોનિક નામની દુકાનના માલિક અને માનકૂવા જૂનાવાસમાં રહેતા પરબત લાલજી દબાસીયાના સંપર્કમાં આવી હતી. તેની પરિસ્થિતિ જોઈ પરબતે તેનું અને તેના પરિવારનું ભરણપોષણ કરવાનું આશ્વાસન આપ્યું હતું. બંનેનો પરિચય શારીરિક સંબંધો સુધી પહોંચ્યો હતો. પરબતે તેની સાથે લગ્ન કરવા અથવા મૈત્રીકરાર કરવાનો વાયદો કરી દોઢ દાયકા દરમિયાન તેની દુકાન, ભોગ બનનારના ઘર તેમજ ફરવા લઈ જવાના બહાને મુંબઈ, શીરડી, અમદાવાદ, અંબાજી વગેરે જેવા વિવિધ સ્થળે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. એટલું જ નહીં, પરબતે ભોગ બનનાર પાસેથી પાંચ લાખ રૂપિયા ઉધાર મેળવ્યા હતા અને તેમાંથી દોઢ લાખ રૂપિયા હજુ પરત કર્યા નથી. પંદર-પંદર વર્ષના સહવાસ બાદ પરબતે મહિલાને દગો આપતાં તેણે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે દુષ્કર્મ સહિતની કલમો તળે ફોજદારી ફરિયાદ નોંધાવી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે, વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
- વર્ષ 2025 બોલિવૂડ ફિલ્મ લવર્સ માટે સ્પેશિયલ….
- મોરબી: સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પ્રથમ પ્રાંત સંમેલન યોજાયું
- સુરત: ચાલતા ટેમ્પોમાંથી તેલના ડબ્બાની ચોરી, વિડીયો વાયરલ
- ધોરાજી: જુના ઉપલેટા રોડ તરફનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાના આક્ષેપો
- મહાકુંભ પહેલા પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, બ્રિજ ટાવર ધરાશાયી થતાં અનેક કામદારો ગંભીર રીતે ઘાયલ
- ધ્રાંગધ્રા: સંત હોસ્પિટલમાં પરફેક્ટ ડેન્ટલ ક્લિનિક ખાતે ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો
- BZ કૌભાંડનો મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર