ભાનુશાલી સમાજની દિકરીએ પરિવારનું નામ કર્યું રોશન
ભુજ સમાચાર
ભુજના માધાપરની ભાનુશાલી સમાજની દિકરી નિરાલીબેન દેશની સરહદની રક્ષા માટે BSF માં જોડાયા છે . દેશની રક્ષા કરે અને સમાજનું નામ રોશન કરે તેવી શુભેછાઓ લોકોએ આપી હતી .
તે માધાપર સુરક્ષા સોસાયટીમાં રહે છે . તેને ઘણી બધી મહેનત કરી છે ત્યારે તેને આ મુકામ હાસિલ કર્યું છે. નિરાલીની નાનપણથી ભારતની સેવા કરવાનું એક સપનું હતું . તેમના માતા-પિતા અને ભાનુશાલી સમાજનું નામ રોશન કરી ગર્વ થાય તેવું કાર્ય કર્યું છે .તેમના પિતાને દીકરી ઉપર ગર્વ છે તથા તે દેશની સેવા કરશે અને પરિવારનું નામ રોશન કરશે .માતા શારદાબેન અને પીતા કરસનદાસના આંખમાં હરખના આંસુ જોવા મળ્યા હતા .